December 4, 2024

આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: આજે દિલ્હી અને ગુજરાતની ટીમની મેચ છે. આ મેચનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું છે. દિલ્હી કેપિટલ્સ લાસ્ટ મેચમાં હાર્યું હતું, હૈદરાબાદની સામે 67 રને દિલ્હીને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

પ્રથમ બેટિંગ કરશે
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ IPL 2024ની 40મી મેચ છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચની જો વાત કરવામાં આવે તો તે બેટ્સમેન માટે અનુકૂળ છે. નાનું મેદાન છે જેના કારણે બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલવું સરળ રહે છે. જેના કારણે જે ટીમ ટોસ જીતે છે તે ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી એક મેચમાં ઘણા રન બનાવ્યા છે. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને એક વાતનો તાર ચોક્કસ નિકળે છે કે આજની મેચમાં હાઇ-સ્કોરિંગ થઈ શકે છે.

મેચનું પરિણામ આવ્યું
અરુણ જેટલી સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 86 મેચો યોજાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ જે ટીમે કરી છે તેમાંથી 39 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે 46 મેચ અત્યાર સુધીમાં જીતી છે. દિલ્હી કેપિટલ્સ ટીમ માટે આ મેચ જીતવી જરૂરી છે. કારણ કે દિલ્હી કેપિટલ્સની ટીમે અત્યાર સુધીમાં 8માંથી 3 મેચમાં જ જીત 5 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપની યાદીમાં કરી દીધો મોટો ફેરફાર

બંને ટીમોની ટુકડી

ગુજરાત ટાઇટન્સ ટીમઃ રાહુલ તેવટિયા, સ્પેન્સર જોન્સન, કાર્તિક ત્યાગી, જોશવા લિટલ, દર્શન નલકાંડે, નૂર અહેમદ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, મોહિત શર્મા, જયંત યાદવ, ઉમેશ યાદવ, સુશાંત મિશ્રા, સંદીપ વારિયર, શરત બીઆર અને માનવ સુતાર, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, મેથ્યુ વેડ, કેન વિલિયમસન, અઝમતુલ્લા ઓમરઝાઈ, અભિનવ મનોહર, રાશિદ ખાન, વિજય શંકર, શુભમન ગિલ (કેપ્ટન)

દિલ્હી કેપિટલ્સ ટીમઃ ડેવિડ વોર્નર, અભિષેક પોરેલ, રિકી ભુઈ, યશ ધૂલ, શાઈ હોપ, વિકી ઓસ્તવાલ, એનરિક નોરખિયા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, ખલીલ અહેમદ, સુમિત કુમાર, અક્ષર પટેલ, લલિત યાદવ અને જેક ફ્રેઝર-મેકગર્ક, ઋષભ પંત (કેપ્ટન), પૃથ્વી શો, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, સ્વસ્તિક ચિકારા, ઈશાંત શર્મા, જ્યે રિચર્ડસન, રસિક દાર