February 6, 2025

આ વખતે ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદી સહિત દીપિકા પાદુકોણ, સદગુરુ અને મેરીકોમ આપશે ટિપ્સ

Pariksha Pe Charcha 2025: ‘પરીક્ષા પે ચર્ચા’ 2025 ની તારીખ આવી ગઈ છે. પીએમ મોદીના આ કાર્યક્રમની આ 8મી આવૃત્તિ છે. ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ 10 ફેબ્રુઆરી, 2025 ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ વર્ષે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરી કોમ અને અવની લેખારા જેવી હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ‘પરીક્ષા પે ચર્ચા’ માટે 3 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.

‘પરીક્ષા પે ચર્ચા 2025’ કાર્યક્રમ ખૂબ જ ખાસ બનવાનો છે. PPC 2025 (PM Modi PPC 2025) માટે નોંધણી વિન્ડો 14 જૂન, 2025 સુધી ભારત સરકારના સત્તાવાર ID, innovateindia1.mygov.in પર ખુલ્લી હતી. પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. આ વર્ષે કાર્યક્રમને ખાસ બનાવવા માટે, સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરી કોમ અને અવની લેખરાના રેકોર્ડ કરેલા વીડિયો ચલાવવામાં આવશે.

વીડિયોમાં ખાસ સંદેશ આપશે
‘પરીક્ષા પે ચર્ચા’માં સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરી કોમ અને અવની લેખારા જેવા હસ્તીઓનો સમાવેશ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PPC 2025 ઇવેન્ટમાં, આધ્યાત્મિક ગુરુ સદગુરુ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને માઇન્ડફુલનેસ પર સમજ આપશે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરશે. તેમની સાથે, મેરી કોમ અને અવની લેખારા જીવનના પડકારોનો સામનો કરવાના તેમના અનુભવો શેર કરશે.

આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાંથી બિન-હિંદુઓને કાઢી મૂકવા પર ઓવૈસી લાલઘૂમ, CM નાયડુ પર સાધ્યું નિશાન 

૩ કરોડથી વધુ નોંધણીઓ થઈ
આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ એ નોંધણીના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્ર સરકારે પોતાના આંકડા જાહેર કર્યા છે. પીપીસી 2025 માટે 30.6 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. આમાં ૩.૩ કરોડ વિદ્યાર્થીઓ, 2.7 લાખ શિક્ષકો અને 5.5 લાખ વાલીઓ સામેલ છે. આ વર્ષે ભારત મંડપમ ખાતે લાઇવ કાર્યક્રમ માટે 2500 પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. આમાંથી ટોચના 10 ‘લેજન્ડરી એક્ઝામિનેશન વોરિયર્સ’ ને પણ પ્રધાનમંત્રી નિવાસસ્થાનની મુલાકાત લેવાની તક મળશે.