રાજનાથસિંહે બ્રહ્મોસ યુનિટનું ઉદ્ઘાટન કર્યું, બ્રહ્મોસથી દુશ્મન કાંપે છે

BrahMos Integration And Testing Facility: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખનૌમાં બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: હવે Rohit Sharma ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે? આ રહી તારીખ

બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું, “આજે, બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે, મને તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તે જોતાં, મારા માટે દિલ્હીમાં રહેવું મહત્વપૂર્ણ હતું. તેથી, હું વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું…”