January 12, 2025

અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર કર્યા પ્રહારો

Delhi Assembly Elections 2025 દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો: લ્યો બોલો… DAP ખાતરની ગુણીમાંથી નીકળ્યા 5 કિલો કાંકરા

અરવિંદ કેજરીવાલે કહી આ વાત
અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે અમિત શાહે કહ્યું કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં ઘર છે, પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે કોનું ઘર હશે. અરવિંદ કેજરીવાલે આજે શકુર બસ્તી વિધાનસભા ક્ષેત્રમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેમણે આ વાત કહી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે આવતા 5 વર્ષમાં તમામ ઝૂંપડપટ્ટીઓ તોડીને જમીન તેમના બિલ્ડરો અને મિત્રોને આપી દેશે.