દિલ્હી બજેટ પહેલા CM રેખાએ હલવાને બદલે ખીર બનાવી, ભગવાન રામને ધરાવ્યો ભોગ

Delhi Budget Kheer Ceremony: દિલ્હી વિધાનસભામાં આજથી બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં દર વખતે હલવા સમારોહ ઉજવવામાં આવતો હતો. આ વખતે સમારોહ ઉજવવામાં આવ્યો પણ હલવાને બદલે ખીર બનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભગવાન રામને ખીરનો ભોગ ધરાવ્યો હતો. આ પ્રકારનો સમારોહ પહેલીવાર ઉજવવામાં આવ્યો છે. જેમાં હલવાને બદલે ખીર તૈયાર કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ બજેટ સત્રની શરૂઆત અન્ય નેતાઓને ખીર ખવડાવીને કરી. 25 માર્ચે મુખ્યમંત્રી દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલુ રહેશે.
દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ‘ખીર’ તૈયાર કરી. આ પછી સીએમ રેખા અને અન્ય કેબિનેટ મંત્રીઓએ એકબીજાને ખીર ખવડાવી હતી.
દિલ્હીમાં બજેટ સત્રની શરૂઆત ખીર સમારોહ સાથે થઈ છે. આ પ્રસંગે દિલ્હીના કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ખીર ખવડાવી. બજેટ સત્ર 24થી 28 માર્ચ સુધી ચાલશે. જો જરૂરી હોય તો તેમાં વધારો પણ કરી શકાય છે. સોમવારે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. જેમાં લોકોની આવક અને સુવિધાઓના હિસાબ હશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા મંગળવારે બજેટ રજૂ કરશે. નાણાં વિભાગ મુખ્યમંત્રી પાસે છે.