January 8, 2025

દિલ્હીના સીએમ આતિશી કેમ ભાવુક થઈ ગયા?

Delhi CM Atishi Emotional: દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અચાનક ઈમોશનલ થઈ ગયા હતા. કેમેરા સામે રડતી આતિષીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો જાણીએ કે આતિશી કેમ રોવા લાગી?

આતિશી કેમ ભાવુક થઈ ગઈ?
પત્રકાર પરિષદમાં આજે આતિશી રોવા લાગ્યા હતા. એક પત્રકારે જ્યારે તેમને સવાલ કર્યો કે રમેશ બિધુરીએ તેના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી તેના વિશે તેઓ શું કહેવા માંગે છે. આ સવાલ સાંભળતાની સાથે જ તેઓ રોવા લાગ્યા હતા. થોડા સમય પછી તેણે પોતાની જાતે ચૂપ કરી હતી. પોતાના પર કાબૂ રાખીને તેણે રમેશ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: Jioનો 70 દિવસનો આ સસ્તા પ્લાન છે બેસ્ટ, જાણો શું મળશે લાભ

આતિષીએ આપ્યો જવાબ
આતિશીએ રમેશ બિધુરીના નિવેદનનો વિરોધ કર્યો હતો. આતિશીએ રમેશ બિધુરી પર પ્રહાર કરતા કહ્યું કે મારા પિતા આખી જિંદગી શિક્ષક રહ્યા છે. તેણે ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેમની ઉંમર 80 વર્ષની છે. તે એટલા બિમાર રહે છે કે તે હવે આધાર વગર ચાલી શક્તા નથી. તમે ચૂંટણી માટે આવું ખરાબ વર્તન વૃદ્ધ વ્યક્તિ સાથે કરશો? આતિશીએ કહ્યું કે હું ક્યારેય કલ્પના પણ નથી કરી શકતી કે કોઈ આટલું નીચા સ્તરે વિચારી શકે.