January 8, 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5મી ફેબ્રુઆરીએ થશે મતદાન

Delhi Election 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હીના રાજકીય પક્ષો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આજે બપોરે 2 વાગ્યાથી ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. જેમાં દિલ્હી ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 8મી ફેબ્રુઆરીએ આવશે રિઝલ્ટ

આ પણ વાંચો: નેપાળનો ભૂકંપનો વીડિયો આવ્યો સામે, જોઈને ડરી જશો

મતદાર યાદીમાં ખોટા મતદારો
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદાર યાદીમાં ખોટા મતદારો વિશે કહ્યું કે  જે કંઈ મહારાષ્ટ્રમાં શરૂ થયું તે દિલ્હીમાં પણ ચાલી રહ્યું છે. કેટલીક વિધાનસભાઓમાં 50 હજાર મતદારો વધી ગયા છે. સાંજે 5 વાગ્યા પછી મતદાન વધ્યું હતું.  ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદારોની અંતિમ યાદી બહાર પાડી હતી. જેમાં દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો અને 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે.