January 12, 2025

Delhi Elections 2025: ભાજપે 29 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ સામેલ છે. તેમને કરાવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ટિકિટ આપવામાં આવી છે. ગજેન્દ્ર દારલને મુંડકા બેઠક પરથી જ્યારે બજરંગ શુક્લાને કિરાડી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કરમ સિંહ કર્માને સુલતાનપુર મઝરા, શકુર બસ્તી બેઠક પરથી કરનૈલ સિંહ, ત્રિનગર બેઠક પરથી તિલક રામ ગુપ્તા, સદર બજાર બેઠક પરથી મનોજ કુમાર જિંદાલ અને ચાંદની ચોક બેઠક પરથી સતીશ જૈનને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની આ બીજી યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોના નામ પણ સામેલ છે.

ભાજપે 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી
ભાજપે 4 જાન્યુઆરીએ 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા છ ટર્નકોટ ઉમેદવારોને દિલ્હી ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ તાજેતરમાં પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે નવી દિલ્હી બેઠક પરથી AAP સુપ્રીમો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પશ્ચિમ દિલ્હીના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે દક્ષિણ દિલ્હીના ભૂતપૂર્વ પાર્ટી સાંસદ રમેશ બિધુરીને કાલકાજી બેઠક પરથી CM આતિશી સામે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠકો પર ત્રિકોણીય લડાઈ જોવા મળી શકે છે.