June 28, 2024

તવાની જેમ તપતી Delhi, 52 ડિગ્રીએ પારો પહોંચતા તોડ્યા તમામ રેકોર્ડ

Weather Today: દિલ્હી એનસીઆરમાં આજે સુરજદાદાએ રાજ કર્યું હતું. દિલ્હીના મુંગેશપુરમાં બુધવારે આજે બપોરે  2.30 વાગ્યે પારો 52 ડિગ્રીને પાર કરી ગયો હતો. જોકે સાંજ સુધીમાં આ મિજાજ બદલાઈ હતો. 4 વાગ્યાની આસપાસ હળવો વરસાદ પણ પડ્યો હતો. આ સાથે આજૂબાજૂના વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

ક્યાં પડ્યો વરસાદ?
પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જોકે થોડા જ સમયમાં વરસાદ બંધ થઈ ગયો હતો. પરંતુ જોરદાર ગરમી પછી વરસાદ પડ્તા વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી હતી. થોડા સમય બાદ વરસાદ બંધ જતા ભેજનું પ્રમાણ વધી ગયું હતું. હાલ વરસાદ બાદ આ વિસ્તારમાં ફરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. હાલ ભેજ પણ છે અને ગરમીનો પણ અનૂભવ થઈ રહ્યો છે.

અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દિલ્હીના મુંગેશપુરમાં બુધવારે બપોરે 2.30 વાગ્યે 52.3 ડિગ્રી સેલ્સિયસ સાથે ભારતનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. દિલ્હીમાં હાલ ભારે ગરમી પડી રહી છે. ઘણા રાજ્યોમાં હીટવેવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. 1 જૂનથી પણ આકરી ગરમીમાંથી રાહત મળે તેવું લાગી રહ્યું નથી. હજૂ પણ આવનારા દિવસોમાં ગરમી દિલ્હીવાસીઓને સહન કરવી પડશે.

આ વિસ્તારમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ
રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. બીજી બાજૂ દિલ્હીના ઘણા વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે. આટલી ગરમી વચ્ચે પણ લોકો પાણી માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. લોકોને આવી ગરમીમાં પણ પાણી મળી રહ્યું નથી. કલાકોની રાહ બાદ ટેન્કર આવે છે અને તેમાં પણ બે ડોલ પાણી મળે છે. લોકો પાણી વગર અને ગરમીના કારણે ત્રાહિમામ થઈ ગયા છે. અહિંયાના લોકો કહી રહ્યા છે કે સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.