રાજુલાના દરિયાકાંઠે ચાંચબંદર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો, મીઠાના ભાવમાં વધારો કરવા માગ

અમરેલી: રાજુલાના ચાંચબંદર ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગુજરાત હેવી કેમિકલ લી. કંપનીનું હાલમાં કામ બંધ કરાવ્યું હતું. રાજુલાના દરિયાકાંઠે મીઠાના ભાવો વધારા માટેની માંગણી કરી હતી. રાજુલા જાફરાબાદ સોલ્ટ એસોસીએશન ચાંચબંદર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. મીઠાના અગરીયાને મેટ્રિક ટન રૂ.775 મળતા હોવાથી વધુ ભાવ વધારવા માટેની માંગણી કરી હતી.
ભાવનગરમાં 1000 ભાવ મળતો હોવાથી સ્થાનિક લોકોએ 1000 ભાવ આપવા માટેની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવતા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે દરમિયાન સ્થાનિક મીઠાના અગરીયા અને પીપાવાવ મરીન પોલીસ વચ્ચે ચકમક પણ થઈ હતી