માધવપુર ખાતે લોકમેળા ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા ડિમોલેશન, 2485 ચોરસ મીટર દબાણ દૂર કરાયું

પોરબંદર: માધવપુર ખાતે લોકમેળા ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પેશકદમી દૂર કરવા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આવેલા માધવપુરમાં 2485 ચોરસ મીટર દબાણ દૂર કરાયું છે. અંદાજે 1 કરોડની સરકારી જમીન હનુમાન મઢી વિસ્તાર અને મેળા ગ્રાઉન્ડમાંથી દબાણ દૂર કર્યું છે.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શનથી ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતની ટીમ સહિત ગ્રામ પંચાયત સરપંચ રેવન્યૂ મંત્રી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા પોલીસ બંધોબસ્ત ચૂસ્ત રખાયો હતો. મેળા ગ્રાઉન્ડ પાસે આવેલી કેબીન અને ચા-પાનના ગલ્લા પણ દૂર કરાયાં છે. લારી-ગલ્લાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કર્યો છે.