દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું, 100થી વધુ ઝૂંપડાઓ AMCએ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો

Demolition Ahmedabad: દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું છે. દરિયાપુર રામલાલના ખાડામાં વર્ષોથી લોકોએ દબાણ કર્યું હતું. 100થી વધુ ઝૂંપડાઓ AMCએ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો છે. ઝૂપડા તોડતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ પણ નોટિસ વગર તોડી પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ કરતાં પણ વધુ છે આ 6 ખેલાડીઓનો IPL પગાર, આંકડા જોઈને ચોંકી જશો
નરોડામાં AMCનું ડિમોલિશન કરાયું હતું
દરિયાપુર પહેલા નરોડામાં AMCનું ડિમોલિશન કરાયું હતું. જેમાં 25થી 30 દુકાનો પાડી પાડવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો ના હતો. ફરી વખત રિયાપુરમાં ગેરકાયદે બાંધકામ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું છે. 100થી વધુ ઝૂંપડાઓ AMCએ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો છે.