January 15, 2025

ધુમ્મસની ચાદરમાં લપેટાયું દિલ્હી-NCR, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Delhi: દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે લોકો માટે મુશ્કેલીઓ વધી છે. ઘણા વિસ્તારોમાં દૃશ્યતા લગભગ નહિવત્ છે. વિઝિબિલિટી એટલી ઓછી છે કે રસ્તાઓ પર ફક્ત વાહનોની હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ જ દેખાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આજે હળવા વરસાદની પણ આગાહી છે.

IMD એ બુધવારે સાંજે કે રાત્રે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને ખૂબ જ હળવો વરસાદ થવાની આગાહી કરી છે. મંગળવારે દિલ્હી-એનસીઆરમાં હવામાન સ્વચ્છ હતું. મંગળવારે સવારે થોડો સમય ધુમ્મસ રહ્યું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધારે હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તરાયણે પતંગના દોરાથી અનેક જિંદગી થંભી, બે બાળકો સહિત 6 લોકોનાં કરૂણ મોત