June 3, 2024

ઇજાગ્રસ્ત હાલતમાં પણ ગુજરાત ATSના PIએ ડ્રગ્સનું ઓપરેશન પાર પડ્યું

મિહિર સોની, અમદાવાદ: ગુજરાતના દરિયાઇ માર્ગે ડ્રગ્સની હેરાફેરીનો ફરી પર્દાફાશ થયો છે. ગુજરાત ATS એ 6 પાકિસ્તાની ઓની ધરપકડ કરી છે. પાકિસ્તાનથી કોડ વર્ડનો ઉપયોગ કરી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના હતા. પાકિસ્તાનનાં ડ્રગ્સ માફિયાનું કનેક્શન ખુલતા ATS એ ભારતના ડ્રગ્સ માફિયા નેટવર્કની તપાસ શરૂ કરી છે.

ગુજરાતનો 1600 કિલો મીટર લાંબો દરિયા કિનારો ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બન્યો છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પોરબંદર 180 નોટિકલ માઇલન્સથી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS, NCB અને કોસ્ટ ગાર્ડ એ સયુંકત ઓપરેશન હાથ ધરીને બોટમાંથી 420 કરોડનું મેથામ્ફેટામાઈન ડ્રગ્સ કબજે કર્યું અને 6 પાકિસ્તાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બહર અલી, અંદાઝલાલા લાલાઅકબર, ઝુબેર અહેમદ શેરમોહંમદ,  મોહમંદઅયાઝ અને મોહસીન હુસૈન નામના 6 આરોપી પાકિસ્તાન બલુચીસ્તાન રહેવાસી છે. આમ વ્યવસાય માછીમારી કરતા આ ડ્રગ્સ પેડલરો માછીમારીની આડમાં પાકિસ્તાનથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતાં. પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તાકએ આ ડ્રગ્સ જથ્થો બોટમાં 6 પેડલરો સાથે ડિલિવરી માટે મોકલ્યો હતો. જોકે પોરબંદર દરિયા પર બોટ આવે તે પહેલાં જ ડ્રગ્સનાં જથ્યાં સાથે 6 પાકિસ્તાની ઓની ધરપકડ કરી દેવામાં આવી છે.

આ ડ્રગ્સની સપ્લાય માટે કોડ વર્ડ નક્કી કરવામાં આવ્યો હતો. જે ડ્રગ્સ બોટમાં આપવા આવનાર મુસ્તાક કોડ વર્ડ હતો અને ડ્રગ્સ લેનાર માટે અબ્બાસ કોડ વર્ડ હતો. અને આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી કે પંજાબ ડિલિવરી થવાનું ગુજરાત ATS ની તપાસમાં ખુલ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તાકનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે. આ ડ્રગ્સનું પ્રોડક્શન અફઘાનિસ્તાન માં થતું હતું અને ત્યાંથી પાકિસ્તાન દરિયાઈ માર્ગે થઈને ગુજરાત ના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી હેરાફેરી કરવામાં આવતો હતો. ગુજરાતના દરિયાઇ માર્ગમાં ડ્રગ્સનો જથ્થો આવ્યા બાદ રોડ મારફતે દિલ્હી કે પંજાબમાં ડ્રગ્સ પહોંચવાનું હતું. પકડાયેલ પાકિસ્તાની ઓને એક ટીપ માટે પૈસા મળતા હતા. આ રીતે દરેક ટીપનાં પૈસા મળતાં હતાં ગુજરાત ATS એ અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી છે તે મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

ગુજરાત ATSને ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા વધુ એક વખત સફળતા મળી છે અગાઉ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઈશા હુસેન રાવનું અને પરિવારનું ડ્રગ્સ હેરાફેરી નેટવર્ક પકડ્યું હતું. ત્યાર બાદ ફરી એક વખત પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ડ્રગ્સ નેટવર્ક પર્દાફાશ કર્યો છે. જેમાં ગુજરાત ATS ના પીઆઈ જે.એમ પટેલ બાતમી એ ડ્રગ્સ પકડાયો છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ પીઆઈ પટેલ કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, ઈજાગ્રસ્ત હાલતમાં પણ તેમણે ડ્રગ્સનું ઓપરેશન પાર પાડી ને એક બિરદાવવા લાયક કામગીરી કરી છે.