ધોની પહેલેથી જ નંબર વન, આવો છે અત્યાર સુધીનો કપ્તાનીમાં રેકોર્ડ

MS Dhoni: આઈપીએલની તમામ મેચ શાનદાર રીતે રમાઈ રહી છે. એમએસ ધોની ફરીથી કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. CSK ની જે પણ ફેન ફોલોઈંગ ધોનીના કારણે છે. ત્યારે ફરી ધોની CSKની કમાન સંભાળતો આજથી જોવા મળશે. હવે ધોની, એક કેપ્ટન તરીકે, એવી રેખા દોરવા જઈ રહ્યો છે કે ત્યાં પહોંચવું કોઈ માટે પણ સરળ નહીં હોય.

IPLમાં 100 થી વધુ મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન
એમએસ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે આઈપીએલમાં 100થી વધારે મેચ રમી છે. રોહિત શર્માએ ધોનીની બરાબરી કરીને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલમાં જીત અપાવી હોય, પણ તે પણ ૧૦૦ મેચ જીતી શક્યો નથી. હવે ધોની ફરીથી સિઝનના બાકીના સમય માટે તેની ટીમની કમાન સંભાળશે.

વિરાટ કોહલી પણ પાછળ
વિરાટ કોહલીએ ટીમની કેપ્ટનશીપ દરમિયાન 143 આઈપીએલ મેચોમાંથી 66 મેચ જીતી છે. ગંભીરે પોતાની કેપ્ટનશીપમાં 71 મેચ જીતી છે, જોકે તે હવે આઈપીએલ રમી રહ્યો નથી. શ્રેયસ ઐયર 74 મેચોમાંથી 41 મેચ જીતી છે.

આ પણ વાંચો: જિયોનો આ પ્લાન છે બેસ્ટ, ઓછી કિંમતે મળશે બમ્પર લાભ

IPLમાં ધોનીનો કેપ્ટનશિપ રેકોર્ડ
IPLમાં 226 મેચમાં ધોનીએ કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 91 મેચ એવી હતી જેમાં હાર અને 133 મેચ હતી જેમાં જીત મળી હતી. અન્ય કોઈ એવો કપ્તાન નથી કે જે 100 કે પછી તેનાથી વધારે મેચ જત્યો હોય. બીજા નંબરે રોહિત શર્મા આવે છે કે જેણે IPLમાં 158 મેચોમાં કેપ્ટનશીપ કરતી વખતે 87 મેચ જીતી છે.