November 23, 2024

નવો રેકોર્ડ બનાવવા ધોની માત્ર 43 રન દૂર, છતાં પહેલા ક્રમે નામ નથી!

અમદાવાદ:  IPL 2024 ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જ્યાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. ચેપોકમાં રમાનારી આઈપીએલ 2024ની પ્રથમ મેચથી જ ઉત્સાહ જોવા મળશે. પ્રથમ મેચમાં જ એમએસ ધોની એક મોટા રેકોર્ડ પર નિશાન સાધશે. જેના માટે ધોનીને થોડા રન બનાવવા પડશે. ધોનીના આ રેકોર્ડ વિશે નજર કરીએ જે તે ચેપોકમાં બનાવી શકે છે. હકીકતમાં, 42 વર્ષીય ધોની RCB સામે રમાનારી IPL 2024ની પ્રથમ મેચમાં 43 રન બનાવીને એક મોટો રેકોર્ડ હાંસલ કરશે.

જો ધોની (એમએસ ધોની) 43 રન બનાવી લે છે, તો તે CSKનો બીજો ક્રિકેટર અને એકંદરે ચોથો ક્રિકેટર બની જશે. જે IPL ટીમ તરફથી રમતા 5000 રન પૂરા કરશે. ધોનીએ CSK તરફથી રમતા IPLમાં અત્યાર સુધીમાં 4957 રન બનાવ્યા છે. જો તે 43 રન બનાવશે તો CSK માટે આ સિદ્ધિ મેળવનાર સુરેશ રૈના પછી તે બીજો ખેલાડી બની જશે. આજ સુધી એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પણ પોતાની આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. માત્ર વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના અને અન્ય ઘણા ખેલાડીઓએ આઈપીએલની કોઈપણ એક ટીમ માટે 5000 થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ RCB તરફથી રમતા અત્યાર સુધીમાં કુલ 7263 રન બનાવ્યા છે. CSK માટે સુરેશ રૈનાએ 5529 રન બનાવ્યા.

કેટલાક રેકોર્ડ બનાવ્યા
જોકે, આ વખતે બીજા પણ કેટલાક રેકોર્ડ બની શકે છે. ખાસ કરીને વિકેટ ખેરવવાના મામલે નવા ખેલાડીઓ નવો માઈલસ્ટોન ઊભો કરી શકે એમ છે. પણ સૌથી વધારે ફોક્સ તો સૌથી મોંઘા ખેલાડીઓ પર રહેવાનું છે. જેને ટીમે કરોડો રૂપિયા દઈને ખરીદ્યા છે તેઓ કેટલો મોટો સ્કોર કરીને આપે છે. આ વખતેની ટુર્નામેન્ટ રસપ્રદ એટલા માટે છે કારણ કે, આ વખતે ઘણા નવા ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં ચાસ મળી રહ્યો છે. જેમાંથી ઈન્ડિયાની એ ટીમમાં સ્થાન મળી શકે એમ છે.

IPLમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર

1. વિરાટ કોહલી- 7263 રન

2. સુરેશ રૈના- 5529 રન

3. રોહિત શર્મા- 5314 રન

4. એમએસ ધોની- 4957 રન