July 2, 2024

વરસાદની સિઝનમાં વારંવાર થાય છે ડાયેરિયાની સમસ્યા? બસ આ કરો

Diarrhea: ઉનાળાની સિઝન હોય કે પછી ચોમાસાની સિઝન હોય ઝાડાની સમસ્યા મોટા ભાગના લોકોને થઈ જતી હોય છે. જો તમને પણ સમસ્યા થઈ હોય તો તમારે ડરવાની જરૂર નથી. જો તમે પણ લૂઝ મોશનની સમસ્યાથી પરેશાન છો, તો અમે તમને ઘરેલું ઉપચાર જણાવીશું જે તમારા માટે અસરકારકતા સાબિત થશે. તમે એકવાર અજમાવી શકો છો.

હાઇડ્રેટેડ રહેવું જરૂરી
ઝાડાથી છુટકારો મેળવવા માટે, તમારે તમારા શરીરને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આ સમયે તમે પાણી પી શકતા નથી તો તમે આ કુદરતી પીણાં પીવાથી તમે લૂઝ મોશનથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો.

આ પણ વાંચો: Curry Leaves Benefits: ચમકતી ત્વચા-સ્વસ્થ વાળ સાથે આ છે મીઠા લીમડાનાં ફાયદા

નારિયેળ પાણી- નારિયેળ પાણીમાં જોવા મળતા તમામ તત્વો ડાયેરિયાની સમસ્યાને દૂર કરવામાં કારગર છે. નારિયેળ પાણી પીવાથી તમારા શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે તમને શરીમાં રહેલી નબળાઇ દુર થશે.

લીંબુ- પેટ સંબંધિત આ સમસ્યાને દૂર કરવા માટે તમે લીંબુ, મીઠું અને ખાંડનું સોલ્યુશન પણ અજમાવી શકો છો.

ચા/કોફીનો સખત ત્યાગ- જો તમને ઝાડા હોય તો તમારે ચા અને કોફીને સખત રીતે ટાળવી જોઈએ. કારણ કે તમે ચા કે કોફી પીઓ છો તો તમને વધારે ઝાડા થઈ શકે છે. તમારા આહારમાં તમે ખીચડીને લઈ શકો છો. આખા દિવસ દરમિયાન ખોરાક ઓછો ખાવો જોઈએ.