મગફળી ખરીદીમાં ગેરરીતિ મામલે દિલીપ સંઘાણીએ આપ્યું નિવેદન, કહી આ વાત

Dileep Sanghani: બીજેપી MLA અરવિંદ લાડાણીએ મગફળી ખરીદીમાં ગેરરીતિ કર્યાના આક્ષેપ મામલે હવે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે. ગુજકોમાસોલની મગફળી ખરીદીમાં ગેરરીતીના આક્ષેપો ખોટા અને પાયા વગરના છે. 75 ટકા મગફળી ગુજકોમાસોલને ખરીદીવા માટેની જવાબદારી સોંપાય હતી. રાજ્યમાં કોઈપણ સેન્ટર પર ગેરરીતિ અંગે પગલાંઓ લેવા માટે કહ્યું છે.
આ પણ વાંચો: સુરત વિદ્યાર્થીનીના આપઘાત મામલે પોલીસનો કર્યો આ ચોંકાવનારો ખુલાસો
બદનક્ષીનો દાવો કર્યો
ગુજકોમાસોલ દ્વારા ગેરરિતી કરાય તે બાબત ખોટી છે. મગફળી માટેના બારદાન નાફેડ દ્વારા આપવાના થાય છે ગુજકોમાસોલ દ્વારા નહિ. જે ખોટા આક્ષેપ છે તેની સામે કર્મચારી નરેન્દ્રસિંહ દ્વારા 1 કરોડની બદનક્ષીનો દાવો કર્યો છે. ધારાસભ્ય સાચા કે ખોટા તે બાબતનો ખ્યાલ કોર્ટમાં જ આવી જશે.