કેનેડાની ચૂંટણીમાં ઇતિહાસ રચાયો, ટ્રુડોની પાર્ટી ફરી જીતી; ભારત વિરોધી જગમીત સિંહનો ખેલ ખતમ

Canada: ખાલિસ્તાન સમર્થક અને પ્રખ્યાત કેનેડિયન નેતા જગમીત સિંહને મોટો ફટકો પડ્યો છે. કેનેડાની સામાન્ય ચૂંટણીમાં જગમીતની NDP પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જગમીત પોતે પણ ચૂંટણી હારી ગયા છે. હાર બાદ જગમીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
કેનેડાના સ્થાનિક મીડિયા અનુસાર, સમગ્ર ચૂંટણીમાં NDP માત્ર 7 બેઠકો જીતી શકી છે. જગમીત પોતાની સીટ પર ત્રીજા સ્થાને આવ્યા, ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીના અંતની ચર્ચાઓ શરૂ થઈ.
હાર પછી જગમીતએ શું કહ્યું?
શરૂઆતના પરિણામો પછી જગમીતે કાર્યકરો સાથે વાત કરી. જગમીતે કહ્યું- મેં આંદોલનને નબળું પડવા દીધું નહીં, પરંતુ જનતાએ તેને સ્વીકાર્યું નહીં. હું ચોક્કસ નિરાશ છું, પણ હાર્યો નથી. હું આગળ પ્રયત્ન કરીશ. જગમીત ભાવુક થઈ ગયા અને રાજીનામું આપવાની જાહેરાત કરી. 2021ની ચૂંટણીમાં જગમીતની પાર્ટીએ 25 બેઠકો જીતી હતી. જગમીતનો પક્ષ સરકારમાં કિંગમેકરની ભૂમિકામાં હતો.
આ પણ વાંચો: પહલગામ હુમલા પાછળ પાકિસ્તાની સેનાનું કનેક્શન! હુમલાખોર હાશિમ મુસા પર મોટો ખુલાસો
કોણ છે જગમીત સિંહ?
શીખ સમુદાયના જગમીત સિંહની ગણતરી કેનેડાના મોટા રાજકારણીઓમાં થાય છે. રાજકારણમાં આવતા પહેલા જગમીત કાયદાનો અભ્યાસ કરતા હતા. આ સમય દરમિયાન તેઓ ખાલિસ્તાન ચળવળમાં સક્રિય રહ્યા. જગમીત પર ખાલિસ્તાન સમર્થકોને કાનૂની સહાય પૂરી પાડવાનો આરોપ છે. ભારતે જગમીત પર પ્રતિબંધ મૂક્યો છે. જગમીતે કેનેડામાં પોતાના શીખ રાજકારણને ચમકાવવા માટે ખાલિસ્તાન ચળવળનો સહારો લીધો. કેનેડામાં શીખોને લઘુમતી સમુદાયનો દરજ્જો છે. અહીં શીખોની કુલ વસ્તી 2.1 ટકા છે.