October 23, 2024

દિવાળી પર ચણાનાં લોટના લાડું આ રીતે બનાવો, મોજ પડી જશે

Diwali 2024: દિવાળીના સમયમાં તમે બહારની મીઠાઈ ખાવા કરતા ઘરે બનાવેલી મીઠાઈ ખાવી જોઈએ. આજે અમે તમારા માટે ચણાના લોટના લાડુની રેસીપી લઈને આવ્યા છીએ. આ રીતથી બનાવશો ચણાના લોટના લાડુ તો એકદમ બજારમાં મળતા લાડુ જેવા બનશે.

ચણાના લોટના લાડુ બનાવવા માટેની સામગ્રી:

  • 1 કિલો ચણાના લોટ
  • 1 કિલો ખાંડ
  • 700-800 ગ્રામ ઘી
  • 7-8 ચમચી રવો લો
  • મનપસંદ ડ્રાયફ્રૂટ્સ

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો આ મીઠાઈઓ, આ રહી મસ્ત રેસીપી

ચણાના લોટના લાડુની રેસીપી

  • પહેલા તમારે જાડા તળિયાવાળા તપેલામાં ઘી ઓગાળી લેવાનું રહેશે. આ પછી તમારે ચણાનો લોડ ઉમેરવાનો રહેશે. ચણાના લોટને હલાવતા રહો આ પછી ફ્લેમ ઉંચી રાખીને તમે હલાવતા રહો. ચણાનો લોટ થોડો પાતળો થઈ જાય ત્યારે ગેસને મધ્યમ આંચ પર તમારે ગેસ કરી દેવાનો રહેશે.
  • જ્યારે ચણાનો લોટ તમે શેકી રહ્યા છો ત્યારે તે બ્રાઉન રંગનો ના થાય ત્યાં સુધી તેને શેકતા રહો. આ પછી તમને સુગંધ પણ આવવા આવશે. સુગંધથી તમને ખબર પડી જશે કે લોટ શેકાઈ ગયો છે. આ પછી લોટમાંથી ઘી અલગ પડવા લાગશે. પછી તમારે ગેસને બંધ કરી દેવાનો રહેશે.
  • હવે તમે ચણાના લોટમાં તમારે ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના રહેશે. આ પછી તમે તમારા તેમાં ડ્રાય ફ્રૂટ્સને નાંખવાના રહેશે. આ પછી તમારે તમામ મિશ્રણને મિક્સ કરી લેવાનું રહેશે. હવે તમને જે આકાર ગમે છે તે આકાર આપી દો. તમે આ લાડુને 10-15 દિવસ સુધી ખાઈ શકો છો