December 26, 2024

નારંગીની છાલથી બનાવો ફેસ માસ્ક, ત્વચા ચમકી જશે

Face Pack: શિયાળાની સિઝનમાં આપણે અલગ અલગ પ્રકારના ફળ ખાઈએ છીએ. જેમાં ખાસ કરીને નારંગીને આપણે વધારે ખાઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે નારંગીની સાથે તેની છાલ પણ એટલી જ ફાયદાકારક છે. તમે નારંગીની છાલમાંથી ફેસ પેક બનાવી શકો છો. આવો જાણીએ કે નારંગીની છાલમાંથી ફેસ પેક કેવી રીતે બનાવશે.

આ પણ વાંચો: આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ

નેચરલ ફેસ પેક
નેચરલ ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા તમારે નારંગીની છાલને સાફ કરી લેવાની રહેશે. આ પછી તમારે તેને સૂકવી લેવાની રહેશે. હવે તમારે તેનો પાવડર બનાવી લેવાનો રહેશે. આ પાવડરને તમે મહિનાઓ સુધી ઉપયોગ કરી શકો છો. હવે તમારે એક બાઉલમાં આ નારંગીની છાલ લેવાની રહેશે. આ પછી તમારે તેમાં મધ અને દહીં નાંખવાનું રહેશે. આ તમામને સારી રીતે નાંખી અને મિક્સ કરી દો. તમે આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વાર કરવાનો રહેશે. થોડા જ દિવસમાં તમારા ચહેરાની ચમક વધી જશે.