June 28, 2024

MODI 3.0નાં સૌથી ધનવાન મંત્રી પાસે છે 5000 કરોડની મિલકત!

Richest Minister: આંધ્ર પ્રદેશની ગુંટુર લોકસભા સીટ પરથી તેલુગુ દેશમ પાર્ટીના ડો. ચંદ્ર શેખર પેમ્માસાની મોદી સરકાર 3.0ના સૌથી ધનિક મંત્રી છે. રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં TDP ક્વોટામાંથી રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચંદ્ર શેખર, વ્યવસાયે ડૉક્ટર છે, તેમણે તેમના ચૂંટણી એફિડેવિટમાં રૂ. 5,785 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરીને ચર્ચામાં આવ્યા હતા. ડૉ. ચંદ્ર શેખર, જેમણે તેમની ચૂંટણી એફિડેવિટમાં રૂ. 5,785 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: Loksabha Election Result 2024: પત્તાના મહેલની જેમ વેરવિખેર થયું શેરબજાર, આ કારણો રહ્યા જવાબદાર

સફર ઘણી રોમાંચક
ગયા વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવારોમાંના એક હતા. હવે તેમને મોદી સરકારના મંત્રી પરિષદમાં રાજ્યમંત્રી તરીકે સ્થાન મળ્યું છે. તેમના દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ મુજબ તેમની અંગત સંપત્તિ 2,448.72 કરોડ રૂપિયા છે. તેમની પત્ની શ્રીરથના કોનેરુ પાસે રૂપિયા 2,343.78 કરોડની સંપત્તિ છે અને બાળકોની પાસે રૂપિયા 1,000 કરોડની સંપત્તિ છે. ચંદ્ર શેખરના પરિવારને લોન સુવિધા તરીકે જેપી મોર્ગન ચેઝ બેંક ઓફ અમેરિકાના રૂ. 1,138 કરોડ દેવાના છે. ચંદ્ર શેખરની આંધ્રપ્રદેશના બુરીપાલેમ ગામમાં તબીબી શિક્ષક તરીકે કામ કરવાથી લઈને અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી-સિનાઈ હોસ્પિટલ સુધીની યુવર્લ્ડ (ઓનલાઈન ટીચિંગ એન્ડ લર્નિંગ રિસોર્સ પ્લેટફોર્મ)ની સ્થાપના સુધીની સફર ઘણી રોમાંચક રહી છે. ચંદ્ર શેખરે યુએસ સ્થિત ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને તેના શેર ધરાવે છે. તેની પાસે અમેરિકામાં રોલ્સ રોયસ ઘોસ્ટ, મર્સિડીઝ બેન્ઝ અને ટેસ્લા જેવી લક્ઝરી કાર પણ છે.

જયદેવનું સ્થાન લીધું
આંધ્ર પ્રદેશના ગુંટુર લોકસભા મતવિસ્તારમાં ટીડીપીનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની 344,695 મતોથી જીત્યા. પેમ્માસાનીએ ગલ્લા જયદેવનું સ્થાન લીધું છે, જેમણે જાન્યુઆરી 2024 માં, લોકસભાની ચૂંટણી પહેલા, રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ વખતે ચૂંટણીમાં ચંદ્ર શેખરે YSR કોંગ્રેસ પાર્ટીના કે વેંકટ રોસૈયાને 3 લાખ 40 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ડૉક્ટરમાંથી ઉદ્યોગસાહસિક બનેલા રાજકારણી ચંદ્ર શેખરે 1999માં એનટીઆર યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સ, વિજયવાડામાંથી એમબીબીએસ કર્યું હતું. 2005માં પેન્સિલવેનિયાના ડેનવિલેમાં ગેઝિંગર મેડિકલ સેન્ટરમાંથી એમડી (ઇન્ટરનલ મેડિસિન) કર્યું હતું. દેશમાં સૌથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષા ગણાતી EAMCET મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા (MBBS) માટે ઉપસ્થિત 60,000 વિદ્યાર્થીઓમાં તેમણે તેમના રાજ્યમાં 27મો ક્રમ મેળવ્યો હતો.