માઉન્ટ આબુમાં શ્વાન પર દીપડાએ કર્યો હુમલો, CCTV આવ્યા સામે
Mount Abu: માઉન્ટ આબુમાં શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો. જેના CCTV સામે આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં શ્વાન ફરી રહ્યું હતુ અને દીપડાએ હુમલો કર્યો હતો. જોકે અચાનક દીપડા શ્વાન પર હુમલો કરી દબોચી લેવામા આવ્યું હતું. ઘરમાંથી લોકો બહાર નીકળવાનો અવાજ આવતા શ્વાનને છોડી દીપડો નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો: રવિ સિઝનમાં ભાવનગરમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર શરૂ
શ્વાન પર દીપડાએ કર્યો હુમલો
માઉન્ટ આબુમાં શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હોવાના CCTV સામે આવ્યા છે. જોકે હુમલાની ઘટનામાં શ્વાનનો જીવ બચી ગયો હતો કારણ કે ઘરમાંથી લોકો બહાર આવી ગયા હતા. આ તમામ ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં દ્રશ્ય કેદ થયા હતા. ગીરના વિસ્તારોમાં પણ અવારનવાર દીપડાઓના અને સિંહના આંટાફેરા સતત રહે છે. જેના કારણે ખેડૂતો રાતના સમયમાં વાડીએ જઈ શકતા નથી.