March 10, 2025

શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના કારણે ડોળી યુનિયનની હડતાળ

ભાવનગર: શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના કારણે ડોળી યુનિયન હડતાળ પર ઉતર્યો છે. તીર્થ નગરી પાલિતાણા જૈન મંદિર પર ડોળી ઉપડતા શ્રમિકોએ હડતાળ કરી હતી. ફાગણ સુદ તેરસ નજીક છે તેવામાં ડોળી કામદાર એસોસિએશન હડતાળ પર ઉતર્યો છે. છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે હડતાળ પર ઉતર્યા છે.

અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું ડોળી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે. સમસ્યાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ડોળી કામદારો હડતાળ પર રહેશે. જૈન સંઘ સાથે અમને કોઈ વાંધો નથી, પરંતુ અમુક અસામાજિક તત્વોની હેરાનગતિને કારણે હડતાળ કરી હોવાનું સામે આવ્યું છે.