January 14, 2025

શિયાળામાં ચામડી ફાટી રહી છે? કરો આ ઉપાય

Dry Skin In Winter: શિયાળો ફૂલ જામી ગયો છે. મોટા ભાગના લોકોની ત્વચા ફાટવા લાગે છે. ત્યારે અમે તમને થોડા ઉપાય જણાવીશું જેની મદદથી તમે તમારી ફાટતી ત્વચાને બચાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાય.

નાળિયેરનું તેલ લગાવો
નારિયેળનું તેલ શુષ્ક ત્વચાની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે નારિયેળનું તેલ ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યામાં લગાવવામાં આવે છે. નારિયેળના તેલમાં ઈમોલીયન્ટ ગુણ હોય છે. જે ત્વચાને નરમ બનાવે છે. ઈમોલીયન્ટ ગુણ ત્વચાને મોઇશ્ચરાઇઝર કરે છે. જેના કારણે ચામડી ફાટશે નહીં. જો ચામડી ફાટી ગઈ હશે તો તેને રિપેર કરવામાં મદદ કરશે.

એલોવેરા જેલ
શિયાળાની સિઝનમાં તમારે ચામડી ફાટવાની સમસ્યા થતી હોય તો તમારે એલોવેરા જેલ લગાવવાનું રહેશે. જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિઝનમાં હાથ કે પગની ત્વચા ડ્રાય થઈ જાઈ છે તો તમારે એલોવેરા જેલ લગાવવાનું રહેશે. આ પછી તમારે રોજ રાતના સમયે એલોવેરા જેલ લગાવીને સુવાનું રહેશે. થોડા જ દિવસમાં તમને પરિણામ મળી જશે અને આ સમસ્યા આગળ પણ નહીં વધે.

આ પણ વાંચો: સ્માર્ટકાર્ડ બનાવવાનુ કહીને છેતરપીંડી કરતા 2 આરોપી પોલીસે દબોચી લીધા

લોશનનો ઉપયોગ કરો
સ્નાન કર્યા પછી રોજ તમારે મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. જેના કારણે તમારી આ સમસ્યાની શરૂઆત જ ના થાય. ગરમ પાણીમાં તમારે સ્થાન કરવું. આ સાથે તમારે આલ્કોહોલ ધરાવતા લોશનનો ઉપયોગ કરવો જોઈએ. બંને એટલી ત્વચાને ઢાંકીને રાખો.