February 7, 2025

બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 53 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાઈ

Dwarka Demolition: બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. કુલ 335 અતિક્રમણ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 314 રહેણાંક મકાનો દૂર કરાયા છે. 9 વાણિજ્ય અને 12 ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. 1,00,642 ચોરસ મીટરનો વિસ્તાર સાફ કરી દેવામાં આવ્યો છે. 53 કરોડથી વધુની કિંમતની જમીન પર દબાણ દૂર અત્યાર સુધીમાં કરાયા છે.

આ પણ વાંચો:સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની તસવીર, CCTVમાં કેદ થયો ફોટો

ગૃહ રાજ્યમંત્રીએ કર્યું ટ્વીટ
ગેરકાયદે દબાણોની કામગીરીને લઈ ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ વિશેની માહિતી આપી છે. નાગરિકોને સુવિધાઓ માટે આરક્ષિત જમીન મુક્ત કરવામાં આવી છે. જમીનને મુક્ત કરીને મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવામાં આવ્યા છે. અત્યારે સુધીમાં 53 કરોડથી વધુની કિંમતની જમીન પર દબાણ દૂર અત્યાર સુધીમાં કરાયા છે.