August 8, 2024

ફિલિપાઈન્સમાં ધ્રુજી ધરા, 7.1ની તીવ્રતાના ભૂકંપના કારણે અપાયું એલર્ટ

Earthquake in Phillipines : ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. ગુરુવારે સ્થાનિક સમય અનુસાર સવારે 10:13 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તટીય શહેર પાલેમ્બાંગથી લગભગ 133 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 722 કિલોમીટરની ઊંડાઈએ હતું. આટલા તીવ્ર ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ ગુરુવારે સવારે સ્થાનિક સમય પ્રમાણે 10:13 વાગ્યે આવ્યો હતો. દેશના બીજા સૌથી મોટા ટાપુ મિંડાનાઓની આસપાસના પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અહેવાલો અનુસાર, દાવોઓ ઓક્સિડેન્ટલ, દાવોઓ ઓરિએન્ટલ, સારંગાની, દાવોઓ ડી ઓરો, દાવો ડેલ નોર્ટ અને કોટાબેટોમાં પણ આંચકા અનુભવાયા હતા. સંસ્થાએ કહ્યું કે ટેકટોનિક ભૂકંપના કારણે આંચકા આવશે. પરંતુ તેનાથી કોઈ નુકસાન થશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપથી સુનામી નહીં આવે. ફિલિપાઇન્સ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. અહીં અવારનવાર ભૂકંપ આવે છે.

આ પણ વાંચો: 1 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સનો વીડિયો આવ્યો સામે

શરૂઆતમાં 6.5 તીવ્રતા નોંધવામાં આવી હતી
અગાઉ ભૂકંપની તીવ્રતા 6.5 જણાવવામાં આવી હતી, જે બાદમાં સુધારીને 7.1 કરવામાં આવી હતી. વિભાગે જણાવ્યું હતું કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.5 હતી. સંસ્થાએ પોતાના અપડેટેડ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર તટીય શહેર પાલેમ્બાંગથી લગભગ 133 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 722 કિલોમીટરની ઊંડાઈએ હતું. દેશના બીજા સૌથી મોટા ટાપુ મિંડાનાઓ પ્રાંતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સુનામીની ચેતવણી આપવામાં આવી હતી
7.1ની તીવ્રતાના ભૂકંપ બાદ ફિલિપાઈન્સ સરકારે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. જો કે, ત્યાં કોઈ જાન-માલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આ પહેલા બુધવારે તુર્કીમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. પહેલો આંચકો મંગળવારે રાત્રે 8.47 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 3.5 હતી. આના એક દિવસ પહેલા જ 4 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.