મ્યાનમાર પછી ભારતના આ રાજ્યમાં ભૂકંપ આવ્યો, લોકોમાં ભય

Earthquake: મ્યાનમારમાં આવેલા જોરદાર ભૂકંપ પછી લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. આ બાદ હવે ભારતમાં પણ ભૂકંપને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. આજે સાંજે 5:38 વાગ્યે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે. જોકે સારી વાત એ છે કે ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: રિષભ પંત અને શ્રેયસ આજે આવશે આમને-સામને, જોઈ લો પિચ રિપોર્ટ
મ્યાનમારમાં ભૂંકપ બાદ ભારતમાં ભૂકંપના આંચકા
આજે સાંજે 5:38 વાગ્યે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા છે. ગઈકાલે અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2:38 વાગ્યે લોકોએ ભૂકંપના આંચકા આવ્યા હતા. સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. એક બાદ એક દેશમાં ભૂંકપ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ખૂબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો તે બાદ તો લોકોને એવું થઈ ગયું છે કે ગમે ત્યારે ભૂંકપ આવી શકે છે. તમને જણાવી દઈએ કે આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે. જેના કારણે ઘર્ષણ થાય છે અને ભૂકંપ આપે છે.