April 1, 2025

અફઘાનિસ્તાનમાં 4.7ની તીવ્રતા અને મણિપુરમાં 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Earthquake: ગઈકાલે મ્યાનમાર, થાઈલેન્ડ અને બેંગકોકમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યારે હવે અન્ય બે દેશો અફઘાનિસ્તાન અને મણિપુરમાં ફરી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે.

તીવ્રતા કેટલી હતી?
28 માર્ચે આવેલા ભૂકંપને કારણે મ્યાનમારથી લઈને થાઈલેન્ડ અને બેંગકોક સુધી ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. હાલમાં ત્યાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે અને અફઘાનિસ્તાન અને મણિપુરમાં પણ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે મણિપુરમાં તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં જ જમીનથી 180 કિલોમીટર નીચે હતું. મણિપુરમાં 3.7 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરના ચંદેલમાં હતું, જે જમીનથી 60 કિલોમીટર નીચે હતું.

આ પણ વાંચો: મ્યાનમારમાં મોડી રાતે 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

ત્યાંની પરિસ્થિતિ કેવી છે?
જોકે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા જોરદાર હતા, પરંતુ અત્યાર સુધી ત્યાંની વર્તમાન પરિસ્થિતિ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. લોકોમાં ડરનો માહોલછે. જોકે, મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો પરંતુ કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, જે સારી વાત છે.