ફરી ધ્રુજી કચ્છની ધરા, દુધઈમાં 2.6ની તીવ્રતાના ભૂકંપના આચંકા
Kutch: કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે કચ્છની ધરા ફરી એક વાર ધ્રુજી છે. કચ્છના દુધઈમાં 2.6 ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા છે. સવારે 6.4 કલાકે ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છે. જોકે, દુધઈથી 28 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
નોંધનીય છે કે, ગઈકાલે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે લખપતથી 76 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતો. સવારે 10.44 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકો સવારે 10.44 વાગ્યે નોંધવામાં આવ્યો હતો અને તેનું કેન્દ્ર લખપતથી 76 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું.
આ પણ વાંચો: એલર્ટ! 7 દિવસ પડશે ભયંકર ઠંડી, ભારે વરસાદ અને ધુમ્મસની ચેતવણી