April 1, 2025

મ્યાનમારમાં ફરી આવ્યો 5.1ની તીવ્રતાનો ભૂકંપ, ગઈકાલથી અત્યાર સુધીમાં 3 વખત ધરતી ધ્રુજી

Another earthquake in Myanmar: મ્યાનમારમાં ફરી ભૂકંપ, 5.1ની તીવ્રતા, ગઈકાલથી અત્યાર સુધીમાં 3 વખત ધરતી ધ્રુજી ઉઠી છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું અને તેનું કેન્દ્રબિંદુ રાજધાની નેપીડો નજીક હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા, જેના કારણે ભારે વિનાશ થયો હતો.

જોકે, અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આજે બપોરે 2:50 વાગ્યે (IST) મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 નોંધાઈ હતી.

મ્યાનમારમાં ભૂકંપથી ભારે વિનાશ થયો
શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી, પણ ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે રાત્રે 11:56 વાગ્યે (સ્થાનિક સમય) મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. NCS અનુસાર, તાજેતરનો ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોક્સની શક્યતા છે. ત્યાં ભૂકંપને કારણે ભારે વિનાશ થયો છે. સ્થાનિક મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં 1002 લોકો મૃત્યુ પામ્યા છે અને 1670 ઘાયલ થયા છે.