News 360
March 30, 2025
Breaking News

ચીનમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 4.2 તીવ્રતા નોંધાઈ

China: ભારતના પડોશી દેશ ચીનમાં મોડી રાતે સ્થાનિક સમય મુજબ 1:21 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતના લેંગફાંગના યોંગકિંગ કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટર નીચે હતું.

ભૂકંપનું કેન્દ્ર બેઇજિંગની નજીક હતું, જેના કારણે ત્યાંના રહેવાસીઓએ પણ હળવા આંચકા અનુભવ્યા હતા. ચીનની ચેતવણી પ્રણાલીએ લોકોના ફોન પર તાત્કાલિક ચેતવણી સંદેશાઓ જારી કર્યા, જેનાથી લોકોને સતર્ક રહેવાની તક મળી. તમને જણાવી દઈએ કે ચીન ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ દેશોમાંનો એક છે. અહીં સમયાંતરે હળવાથી લઈને ગંભીર તીવ્રતાના ભૂકંપ આવે છે, ખાસ કરીને ઉત્તરીય અને પશ્ચિમી પ્રદેશોમાં ભૂકંપ અનુભવાય છે.

આ પણ વાંચો: ઓસ્કાર વિનર હમદાન બલાલનો મોટો દાવો – યહૂદી પર હુમલા બાદ ઇઝરાયલી સેનાએ ઢોરમાર માર્યો

કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી
ચીનના ઉત્તરી હેબેઈ પ્રાંતમાં આવેલા આ 4.2 તીવ્રતાના ભૂકંપથી કોઈ ગંભીર નુકસાન થયું નથી. જોકે, બેઇજિંગ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈ કટોકટીના પગલાં લેવાની જરૂર નથી. ભૂકંપ પછી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.