
શું ખુરશી કોઈ માણસનું DNA બદલી શકે? અરવિંદ કેજરીવાલની જીવનકથા જોતા એમ જ લાગે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરીને અને પોતાની જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપીને તેઓ સત્તામાં આવ્યા હતા. આજે તેઓ પોતે જ ભ્રષ્ટાચારનો ચહેરો બની ચૂક્યા હોવાનો આરોપ છે. 13 વર્ષ પહેલાંના સમયગાળામાં પાછા જઈને તમે જૂની યાદોને થોડી તાજી કરો.
પાંચમી એપ્રિલ, 2011નો દિવસ ભારતીય રાજકારણ માટે નોંધપાત્ર હતો. સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. દિલ્હીના રામલીલા મેદાનથી એની શરૂઆત થઈ. અરવિંદ કેજરીવાલ આ આંદોલનના મુખ્ય ચહેરો હતા. દેશમાં જન લોકપાલ કાયદાનો અમલ કરવાની મુખ્ય માગણી હતી. આ જ માગણી ઉઠાવીને કેજરીવાલે INDIA AGAINST CORRUPTION GROUPની રચના કરી હતી. એ સમયની મનમોહન સિંહની સરકાર જન લોકપાલ કાયદો લાવવા માટે તૈયાર જ નહોતી. એટલે 16મી ઓગસ્ટે દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારે ભૂખ હડતાળ પર બેસી ગયા. એ આંદોલન 28 દિવસ સુધી ચાલ્યું. આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, કુમાર વિશ્વાસ અને મનીષ સિસોદિયા સામેલ હતા. અન્ના હજારે બાદ અરવિંદ કેજરીવાલ જ મુખ્ય ચહેરો બન્યા. સમગ્ર કરપ્ટ સિસ્ટમને સુધારવાની તેઓ વાતો કરવા લાગ્યા. તેમના ભાષણોમાં ભ્રષ્ટ UPA સરકાર વિરુદ્ધ આક્રોશ હતો. એમ લાગતું હતું કે, કરપ્શન સામે લડવા માટે દેશને એક ક્રાંતિકારી નેતા મળ્યા છે. જોકે, બાદમાં અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ અલગ થયા. કેજરીવાલે રાજકીય પાર્ટી બનાવી.
ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવા માટે તેઓ દિલ્હીના રસ્તાઓ પર નીકળતા તો તેમની સાથે ખરા અર્થમાં મોટી સંખ્યામાં આમ આદમી જોડાઈ જતા હતા. આ જ તાકાતથી તેઓ દિલ્હીના સીએમ બન્યા. હવે, અત્યારના સમયમાં પાછા ફરીએ. અત્યારે તેઓ ભ્રષ્ટાચારના આરોપના કારણે કસ્ટડીમાં છે. દારૂના વેચાણને લઈને એક નીતિ ઘડવામાં તેમની નિયત સામે સવાલો ઊભા કરાયા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે, લોકસભાની ચૂંટણી છે એટલે BJPએ તેમની ધરપકડ કરી છે. હકીકત શું છે? લિકર પોલિસી કેસમાં કેજરીવાલને EDએ નવ વખત સમન્સ પાઠવ્યા છે, પણ સીએમ સાહેબ એક વખત વખત હાજર નહોતા થયા. બલકે, તેમણે તો સમન્સને જ ગેરકાયદે ગણાવ્યા. તેમને બીજી નવેમ્બર, 2023ના રોજ પહેલી વખત સમન્સ આપવામાં આવ્યું હતું. તેમને એક પછી એક સમન્સ આપવામાં આવ્યા. ગુરુવારે તેમને નવમું સમન્સ આપવામાં આવ્યું હતું. હવે, તમને સવાલ થતો હશે કે, આ આખો મામલો શું છે? BJP અને આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ-અલગ વાત કરે છે, પણ તમે ઇન્ડી ગઠબંધનમાં આમ આદમી પાર્ટીની સહયોગી પાર્ટી કોંગ્રેસના નેતા અજય માકેનને સાંભળો. તેઓ સમજાવી રહ્યા છે કે, આખો મામલો શું છે.
Arvind Kejriwal took a minimum ₹100 cr as a bribe in Liquor Scam and used it to fight the Goa election against Congress.
— Congress leader Ajay Maken Ji (2023) pic.twitter.com/03NejLnytF
— Rishi Bagree (@rishibagree) March 21, 2024
માકેનનો દાવો છે કે, કેજરીવાલે દારૂ કૌભાંડમાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાની લાંચ લીધી છે. આ આખાય કેસમાં અત્યાર સુધીમાં કોણ સળિયા પાછળ છે એ અમે તમને જણાવીશું. તેલંગણના ભૂતપૂર્વ સીએમ કે. ચન્દ્રશેખર રાવનાં દીકરી અને ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે. કવિતા આ જ કેસમાં જેલમાં છે. એ સિવાય આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજય સિંહ તેમજ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ જેલમાં છે. EDએ આ કેસમાં કેવા આરોપો મૂક્યા એ પણ અમે તમને કહીશું.
EDએ આરોપ મૂક્યો છે કે, આ કૌભાંડમાં કેજરીવાલ, કવિતા, મનીષ સિસોદિયા અને સંજય સિંહની સંડોવણી છે. દક્ષિણ ભારતની દારૂ બનાવતી કંપનીઓને ફાયદો થાય એ રીતે તેમણે એક્સાઇઝ પોલિસી બનાવી. એના બદલામાં સાઉથની આ લોબીએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા. અજય માકેને આ જ 100 કરોડની વાત કહી હતી. હવે, સવાલ એ છે કે, કેજરીવાલની ધરપકડ કેમ? એનો જવાબ એ છે કે, કેટલાક આરોપીઓ અને સાક્ષીઓનાં નિવેદનોમાં કેજરીવાલનું નામ છે. EDએ એની રિમાન્ડ નોટ અને ચાર્જશીટ્સમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે.
લિકર પોલિસી કેસમાં એક આરોપીનું નામ વિજય નાયર છે. જે વારંવાર કેજરીવાલની ઓફિસમાં જતો હતો. EDના આરોપ અનુસાર નાયર દારૂના વેપારીઓને કહેતો રહેતો હતો કે, તેણે કેજરીવાલની સાથે લિકર નીતિની ચર્ચા કરી છે. આવા તો અનેક આરોપો અને હકીકતો આ કેસમાં છે. ED આ જ મામલે ઘણા સમયથી કેજરીવાલને સવાલ પૂછવા માગતી હતી. જોકે, કેજરીવાલ ED સમક્ષ હાજર જ નહોતા થતા. હવે, ભૂતકાળમાં કેજરીવાલે પોતાની પ્રામાણિકતા માટે કેવા દાવા કર્યા હતા. કેજરીવાલ કહે છે કે, ‘મેરે કો કો ભી જેલ જાના પડેગા.’ આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે, લોકસભાની ચૂંટણીમાં આપને ફટકો પડે એ માટે જ BJPએ ધરપકડ કરાવી છે. હકીકત એનાથી વિરુદ્ધ પણ હોવાની શક્યતા છે.
ઝારખંડમાંથી હેમંત સોરેનની જે રીતે ધરપકડ થઈ, જે રીતે મનીષ સિસોદિયાને જામીન મળતા નથી, એ જોતા અરવિંદ કેજરીવાલની ધરપકડ નક્કી જ હતી. બલકે, ખૂદ આમ આદમી પાર્ટીના નેતાઓ જ કહેતા રહેતા હતા કે, કેજરીવાલની ધરપકડ થશે. સવાલ એ છે કે, શું કેજરીવાલ ઇચ્છતા હતા કે, લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં તેમની ધરપકડ થાય? શું એટલા માટે જ તેઓ EDના સમન્સને ટાળતા રહ્યા હતા? ED કોઈ વ્યક્તિને ત્રણ વખત સમન્સ મોકલે, છતાં તે હાજર ન થાય તો તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ થઈ જાય છે. આ નિયમ છે. હવે, વધુ એક સવાલ થઈ શકે કે, શા માટે કેજરીવાલ ઇચ્છે કે, તેમની ધરપકડ લોકસભાની ચૂંટણી પહેલા થાય? કદાચ તેઓ સહાનુભૂતિનું કાર્ડ રમવા ઇચ્છતા હશે. આમ પણ તેઓ આ કાર્ડને સારી રીતે રમવા માટે જાણીતા છે. પોતાનાં સંતાનોના સોગંદ લેવાના હોય કે સામાન્ય કારથી ઓફિસમાં જવાનું હોય, તેઓ સહાનુભૂતિનું કાર્ડ રમતા રહે છે. હવે, જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ છે ત્યારે તેમની પાર્ટીના લોકો તેમને પીડિત ગણાવી શકે છે.
કેજરીવાલ કદાચ માને છે કે, ભ્રષ્ટાચાર તેમને ખૂબ ફળે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીને તેઓ સત્તામાં આવ્યા હતા. હવે, તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો તો તેઓ સહાનુભૂતિનું કાર્ડ રમી રહ્યા છે. બંને રીતે તેઓ ફાયદો મેળવે છે. જોકે, કેજરીવાલની ધરપકડ થઈ છે ત્યારે હવે સવાલ એ છે કે, દિલ્હી સરકાર કેવી રીતે ચાલશે? શું જેલના સળિયાની પાછળ રહીને સરકાર ચલાવી શકાય? અમે તમને એના વિશે જણાવીશું.
Who did this 🤣🤣#arvindkejariwal #ArvindKejriwalaArrested #arvindkejrival pic.twitter.com/Tlayg5GJZH
— Proud Bharatiya (Modi Ka Pariwar) (@Namo_for24) March 22, 2024
કેજરીવાલ કસ્ટડીમાં છે. જોકે, આ પહેલાં પણ તેમની ધરપકડ થઈ ચૂકી છે. 2012ની 12મી ઑક્ટોબરે પણ તેમની ધરપકડ થઈ હતી.
એ સમયના પીએમ મનમોહન સિંહના સત્તાવાર નિવાસસ્થાનની બહાર તેમણે હંગામો મચાવ્યો હતો. એ સમયના કેન્દ્રીય કાયદા મંત્રી સલમાન ખુર્શીદને હટાવવાની કેજરીવાલની માગણી હતી. કેમ કે, ખુર્શીદની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો હતા. મજેદાર વાત એ છે કે, એ સમયે જ્યાં સુધી માગણી પૂરી ન થાય ત્યાં સુધી કેજરીવાલ જેલમાંથી બહાર નીકળવા તૈયાર જ નહોતા થયા.
એના બે વર્ષ બાદ, કેજરીવાલ ફરી જેલના સળિયાની પાછળ ગયા. એ સમયે તેમને દિલ્હીની ફેમસ તિહાર જેલમાં મોકલાયા. BJPના નેતા નીતિન ગડકરીને તેમણે ‘ચોર’ કહ્યા હતા. એટલે તેમની વિરુદ્ધ બદનક્ષીનો દાવો થયો અને ધરપકડ થઈ. હવે, લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ થઈ છે. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. તેઓ દિલ્હીના સીએમ છે. સવાલ એ છે કે, શું તેઓ જેલના સળિયા પાછળ રહીને સરકાર ચલાવી શકે?
જેલના સળિયાની પાછળ રહીને સરકાર ચલાવવી પ્રેક્ટિકલ નથી. મહત્ત્વના નિર્ણયો કેવી રીતે લઈ શકાય? તિહારની જેલમાં કેદી એક અઠવાડિયામાં બે મીટિંગ કરી શકે છે. જેલના મેન્યુઅલ અનુસાર કેદી બે જ વખત તેના પરિવારના સભ્યો, મિત્રો કે સાથીઓને મળી શકે છે. સ્વાભાવિક રીતે એ રીતે મુખ્યમંત્રીની જવાબદારી નીભાવવી શક્ય નથી. કેજરીવાલ સીએમ પદે રહે એના માટે એક ઉપાય છે. ઉપરાજ્યપાલની પાસે કોઈ પણ બિલ્ડિંગને જેલમાં કન્વર્ટ કરવાનો અધિકાર છે. જો કેજરીવાલ તેમના બંગ્લાને જેલમાં કન્વર્ટ કરવા માટે ઉપરાજ્યપાલને મનાવી શકે તો જ તેઓ એક સીએમ તરીકેની તેમની જવાબદારી નિભાવી શકે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલની વચ્ચે જે પ્રકારનું ઘર્ષણ રહ્યું છે એ જોતા એ શક્ય લાગતું નથી.
જોકે, કોઈ મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા રોકી ના શકાય. કાયદા અનુસાર, જો કોઈ પણ કેસમાં મુખ્યમંત્રી દોષી પુરવાર થાય તો જ તેમને પદ પરથી હટાવી શકાય. કેજરીવાલના કેસમાં તેમને હજી દોષી જાહેર કરાયા નથી. બીજી તરફ રાજ્યની વિધાનસભામાંથી અવિશ્વાસનો મત પસાર થાય તો જ મુખ્યમંત્રીનું પદ જાય. જોકે, કેટલાક કેસમાં મુખ્ય પ્રધાને ધરપકડના બરાબર પહેલાં કે તરત જ રાજીનામાં આપ્યાં છે.
હેમંત સોરેનના કેસની અમે વાત કરીશું. આ વર્ષે 31મી જાન્યુઆરીએ તેમની ધરપકડ થઈ. ED તેમની ધરપકડ કરે એના પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું. 1998માં લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઘાસચારા કૌભાંડ કેસમાં તેમની ધરપકડ થઈ હતી. એ સમયે તેમણે તેમની પત્ની રાબડી દેવીને સીએમની ખુરશી પર બેસાડ્યાં હતાં. આમ આદમી પાર્ટી ભારપૂર્વક કહે છે કે, કેજરીવાલ જ મુખ્ય પ્રધાન રહેવા જોઈએ. એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. કેન્દ્ર સરકાર કેજરીવાલને તેમના પદ પરથી હટાવે એવી પૂરેપૂરી શક્યતા છે.
જો કેજરીવાલે આખરે રાજીનામું આપવું પડશે તો આમ આદમી પાર્ટીના સીનિયર લીડર્સ આતિશી અને સૌરભ ભારદ્વાજ સીએમ બની શકે છે. દિલ્હીની મંત્રી આતિશીની પાસે અનેક મંત્રાલય છે. તેઓ કેજરીવાલની નિકટના નેતા મનાય છે. બીજી તરફ ભારદ્વાજની પાસે પણ અનેક મહત્ત્વના મંત્રાલય છે. આમ આદમી પાર્ટીમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઇમર્જન્સીની સ્થિતિમાં કેજરીવાલનાં પત્ની સુનિતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે. સુનિતા પણ રેવેન્યૂ સર્વિસીસ ઓફિસર હતા. નામ અનેક છે, પરંતુ કેજરીવાલના કદના કોઈ નેતા આમ આદમી પાર્ટીમાં નથી. હવે, લોકસભાની ચૂંટણી પ્રચારનો સમગ્ર ભાર ભગવંત માન, આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાઘવ ચઢ્ઢા પર છે. આ તમામ લોકો સહાનુભૂતિનું કાર્ડ રમી શકે છે. જેના માટે કેજરીવાલની પત્નીને પણ પ્રચારમાં આગળ કરવામાં આવી શકે છે.
બલકે, અત્યારથી જ એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના રસ્તાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો ઊમટી પડ્યા છે. દિલ્હીની જનતા તેમના સીએમની સાથે હોવાનો મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ભીડને ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવી રહી છે? આ ભીડમાં કયા ચહેરાઓ છે? એ સવાલો પણ ઊભા થયા છે.
જોકે, અત્યારે ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ કેજરીવાલને સાથ આપી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપો મૂકી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનના અનેક નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ છે. આ નેતાઓ હવે વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કેજરીવાલને સપોર્ટ આપ્યો છે. જોકે, એક સમયે કોંગ્રેસે જ આ કેસમાં તપાસ કરવાની માગણી કરી હતી.
Official complaint filed by the Congress with Delhi Police seeking action against Arvind Kejriwal for his role in the Delhi Liquor Excise scam. @RahulGandhi pic.twitter.com/EJ7PIgbHMF
— Amit Malviya (@amitmalviya) March 22, 2024
BJPના નેતા અમિત માલવિયાએ એક TWEET કર્યું છે. જેને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. માલવિયાએ 2022માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એ સમયના દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને લખેલા એક લેટરની ઇમેજ TWEET કરી છે. આ લેટરમાં કોંગ્રેસે લખ્યું હતું કે, કરોડો રૂપિયાનું એક્સાઇઝ પોલિસી કૌભાંડ થયું છે અને એની તપાસ થવી જોઈએ.
આખરે કેજરીવાલ વિરુદ્ધ એક્શન લેવાઈ. તેમને દિલ્હીની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં EDએ અદાલતને જણાવ્યું હતું કે, કેજરીવાલ દારૂ નીતિના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર અને સૂત્રધાર છે. EDએ દસ દિવસની કસ્ટડીની માગણી કરી હતી. અમે આજે સવાલ ઉઠાવી રહ્યા છીએ કે, શું કેજરીવાલે ભ્રષ્ટાચાર સામે લડીને આખરે ભ્રષ્ટાચાર કર્યો છે. ખેર, હજી અદાલતમાં આ વાત પુરવાર થવાની બાકી છે.