January 15, 2025
અઘરો આતંકવાદ
Trilok Thaker

 

તાજેતરમાં જમ્મુમાં થયેલા બનાવોને લઈને દેશ આખો ઘેરી ચિંતામાં છે. કારણકે કાશ્મીરમાં આતંકવાદ સાવ ઓછો થયેથી આપણે નિરાંત અનુભવતાં હતા. એવે સમયે જમ્મુમાં ઉપરા  છાપરી થયેલા હુમલાએ આપણી રણ નીતિ પર વધુ વિચારવાની ફરજ પાડી છે.   હકીકતે આપણે આપણા દેશના દુશ્મનની  માનસિકતાને નજરે રાખીને જ પગલાઓ લઈ રહ્યા છીએ. પરંતુ આ માત્ર પડોશી દેશના લોકોની દુશ્મનાવટ ભરેલી રીતિ નીતિ નો  સવાલ  નથી.  પણ આની  પાછળ ધાર્મિકતા નું ભૂત હોય તેવું  લાગે  છે. તેથી આપણી માનસિકતા અને આતંકીઓની માનસિકતાને  ફરી ચકાસવી જરૂરી છે.

અલબત  આપણે ત્યાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આતંક ના ઓછાયા ફેલાયેલા  છે. અમેરિકા જેવા અસ્ત્ર શસ્ત્ર ના નિષ્ણાત દેશ હોય કે ગ્રેટ બ્રિટન કે પછી હોય ફ્રાંસ, આતંકવાદ સામે સૌ  વર્ષોથી  ઝઝૂમી રહ્યા છે.  આપણે ત્યાં પણ  કહેવાય છે કે આ સમસ્યા ૧૯૦૦ની શરૂઆતથી જ આવી ગઈ છે.  આમ છતાં આપણા સહિત,  કોઈ દેશ  તેને નેસ્ત નાબૂદ કરી શક્યું નથી. કારણ કે  આતંકીઓ  પોતાના ધર્મથી શીખેલા  આદેશોને ઝ્નુંનથી લાગુ કરવાની માનસિકતાવાળા અનુભવાય છે.

આતંકવાદની ઓથે વિશ્વને પોતાના ધર્મે રંગવાની તેમજ આપણે ત્યાં,  ગજવા એ હિંદ જેવી ચળવળને આગળ વધારવાની માનસિકતા, આતંકી ધરાવતા લાગે છે. કારણકે  આ તેઓની  ધાર્મિક ફરજ ગણાય છે. અને પરદેશી સરકારો, પરદેશી સિક્રેટ સર્વિસીસ,  પોતાના ક્ષણિક હેતુ માટે, આર્થિક હેતુ માટે, આપણને પછાડવા માટે, આ માનસિકતાનો લાભ લે છે .તેમાય જો પરદેશી સરકાર ખુદ વિધર્મી જ હોય તો તેના માટે આતંકીઓને મદદ કરવાની  ધાર્મિક ફરજ બને છે.

આપણે ત્યાં નાગા, મિઝોરમ, વગેરે ની સમસ્યા હતી .જે રાજકીય હતી, તેથી તેના   રાજકીય સમાધાનો નીકળતા સમસ્યા શમી ગઈ છે.  નક્ષલ સમસ્યા વામપંથ પ્રેરિત સમસ્યા છે. જયારે  કાશ્મીર સમસ્યા , ધર્મ માટેનું યુદ્ધ  હોવાનું વધુ લાગે છે. જેમાં વિધર્મી, પોતાના ધર્મ ને લાગુ કરવા , પોતાના કાનૂન કે પોતાના શાસનને લાગુ કરવા  માટેની લડાઈ લડતા હોવાનું  સમજાય છે.. ધર્મ ના જોરે  લડાતી લડાઈ, જીતાય નહીં ત્યાં સુધી ચાલુ જ રહેતી હોય  છે. યાને કશ્મીર ખીણનો  આતંક એ અલ્પવિરામ હતો. જે ,પૂર્ણ વિરામ થવા માટે  જમ્મુમાં ટ્રાન્સફર થયો છે. તેને માત્ર પાકિસ્તાન નું રાજકીય દબાણ ન માનવું જોઈએ.

આતંકવાદને સમજવા  ધાર્મિકતાનો  દૃષ્ટિકોણ  નજરે લેવાનો સમય પાકી ગયો છે. હવે  દંભી બિનસાંપ્રદાયિકતાનો અંચળો સરકારમાંથી, વ્યવહારમાંથી, સમાજમાંથી દૂર કરવાનો, અને એ સ્પેડ ઇસ સ્પેડ  કહેવાની  નૈતિક હિમત કેળવવાનો અને તેને ફેસ કરવાનો સમય  છે, ધાર્મિક નિર્માલ્યતા,  વધુ પડતી સહિષ્ણુતા છોડી “” સાન ઠેકાણે લાવવી” જરૂરી છે.

“ધાર્મિકતા” શું કામ?? તે સમજવા વધુ વિચાર કરીએ.

.          આમ તો દરેક  ધર્મ ને  પોતાના  અલગ અલગ  સિદ્ધાંતો, માન્યતા, ધારણા કે શ્રદ્ધા હોય છે. જે તેના સમૂહની માનસિકતા કહેવાય  છે.  આ માનસિકતા,  જે તે સ્થળ, સમય,સંજોગો તથા પ્રકૃતિ સાથેના  લાંબા સંઘર્ષનું પરિણામ હોય છે.  આવી  માનસિકતા ને,  કટ્ટર અને  ઋજુ  એમ બે ભાગમાં  વહેચીને    સમજી શકાય.

જેમકે સનાતન ધર્મ. સનાતન ધર્મનું ઉત્થાન થયું ત્યારે તે સમયે  ,પ્રકૃતિ  ખુબ લીલોતરી વાળી, ખુબ નદીઓના પાણી વાળી, લીલાછમ પર્વતો ની  છાયામાં પથરાયેલા  અરણ્ય, તપોવન થી સમૃદ્ધ  હતી. સ્વાભાવિક રીતે આવી  પ્રકૃતિથી વ્યક્તિમાં  સાત્વિકતાવાળી  , સંઘર્ષ વિહીન,  રચનાત્મક વિચારધારા વાળી  માનસિકતા જન્મી . તેથી  સહિષ્ણુતા, કરુણા,  સહઅસ્તિત્વ, સદભાવ વગેરે ગુણધર્મો વાળો   ધર્મ  વિકાસ પામ્યો .  એટલું જ નહીં, બહુ ઈશ્વરવાદ, પ્રકૃતિ પૂજન, એ વિચારધારા ના અંગો બન્યા. ધર્મમાં લચીલાપણું આવ્યું. પ્રકૃતિએ સહયોગ , સહકારના પદાર્થપાઠ શીખવ્યા. જે ના કારણે   “”જીવો અને જીવવા દો “ની માનસિકતા પનપી.  એશિયા ખંડમાં પણ પ્રકૃતિની   વિપુલતા હતી  તેથી એશીયેટીક દેશોના ધર્મોમાં પણ   આ સદગુણો ઓછા વત્તા પ્રમાણમાં  દેખાયા. અને એશીયેટીક ધર્મ માં વધુ  તત્વજ્ઞાનીઓ થયા.

નહેરુજી ના કહેવા પ્રમાણે (બીજા કોઈ મનુષ્ય કરતા -અથવા બીજી  કોઈ વસ્તુ કરતા, દુનિયા ઉપર અધિક પ્રભાવ પાડનાર મહાન વિચારકો -બધા મુખ્ય ધર્મોના પ્રવર્તકો -તો એશિયા એ પેદા કર્યા છે “ જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત દર્શન પાના ૧૧)

પરંતુ  પ્રકૃતિની વિષમતા વચ્ચે જીવતા દરેક વ્યક્તિના નશીબમાં  “જીવો જીવસ્ય ભોજનમ” વાળી તામસી માનસિકતા ઉભી થઈ ગઈ., અન્યને  મારીને જીવવું ,અન્ય પર એકાધિકાર મેળવવો, સત્તાની મમત, માન્યતાની  મમત વગેરે   લક્ષણો જન્મ્યાં . આમ પોતાની / પોતાના ધર્મની સર્વોચતા સ્થાપવી, તે માટે સત્તા મેળવવી એ માનસિકતા થઈ. સદગુણોમાં,   કરુણા નહીં હિંસકતા, સહઅસ્તિત્વ  નહીં સત્તા, સહિષ્ણુતા નહીં સંહારકતા સ્વીકારાયા.  પ્રકૃતિનું  પૂજન નહી,પ્રકૃતિનું ભંજન, બહુ ઈશ્વરવાદ નહીં, એકેશ્વરવાદનું અંજન  ધર્મના  પાયા  બન્યા. આ ધર્મમાં લચીલાપણું ઓછું. તથા ધર્મના વિરોધીઓનો અસ્વીકાર કે નાશ વગેરેની માનસિકતા પનપી.   આવા વિષમ પ્રકૃતિના ધર્મોમાં, યહૂદી, ઈસાઈ, ઇસ્લામ મુખ્ય ગણાય .  કાશ્મીરમાં  પોતાના  કાનૂન પ્રમાણે સજા,  (ભૂતકાળમાં ) પંડિતોની સામુહિક કતલ વગેરે  બનાવો આ દુર્ગુણોના પરિણામછે.  આજે  આ જ   ધાર્મિક   કટ્ટર માનસિકતાવાળા આતંકીઓ   આપણે જમ્મુમાં  જોઈએ છીએ !!

આપણી  માનસિકતાની વાત કરીએ તો, આતંકવાદને આપણે  “ રાજકીય” કારણો ની ઊપજ માની રહ્યા  છીએ. સૌરાષ્ટ્રના લોકો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત શ્રેણી “સોરઠી બહારવટીયા “ થી સુપેરે જાણીતા છે. જેમાં “ રાજકીય અદાવત, અન્યાય ના  કારણે રાજ્ય- રજવાડા સામે -કોક કોક બહારવટું ખેડતા.  જે  વાત નાગા મિઝોરમ,  મણીપુરના  આતંકવાદ માટે  કદાચ સમજી શકાય . પરંતુ  આજ વાત આપણે કાશ્મીરી આતંકવાદીઓ માટે લાગુ પાડીએ તો તે ભૂલ થશે. કારણકે ત્યાં કોઈ રાજકીય અન્યાયની વાત નથી, ઊલટાનું એક જ  ધર્મના લોકોના વિભિન્ન ગ્રુપો છે. જે  પોતાના જ ધર્મી -પડોશી સાથે સમાધાનની રટ લગાવે છે.!!  તથા આડકતરી રીતે પોતાના ધર્મવાળી સરકાર બનાવવાના  મનસુબા સેવતા હોવાનું લાગે છે. ને એટલે જ પોતાના ધર્મવાળા આતંકીઓ પ્રત્યે સહાનુભુતિ દર્શાવે છે. અને  ચોરી છુપીથી  સાથ આપતા હોય તેવું ભાસે છે. !     

આપણે  મીડિયાના રીપોર્ટીંગ વિષે પણ  વિચારવું જોઈએ. આતંકવાદ પ્રસિદ્ધિનો ભુખ્યો હોય છે, આ સાયકોલોજીને ઉવેખીને મીડિયા દરેક આતંકવાદી  ઘટનાને મરચું મીઠું નાખી પીરસ્યા કરે છે. જેનું પોષણ આતંકીને મળે છે! ઘણીવાર તો સરકારના, લશ્કરના પગલા વગેરે ની અધકચરી માહિતી, જાણકારી  પ્રસારિત કરાય છે. જેના  કારણે આતંકી સાવચેત થાય છે. (જેની સાક્ષી મુંબઈના હુમલાની ઘટના છે).ક્યારેક  જાણ્યે અજાણ્યે વિદેશી સમાચારો, વિદેશી સરકારો ના હાથ બની પ્રચાર થતો  હોવાની લાગણી અનુભવાય છે. સરકારી દબાણ, માલિકનું દબાણ, જાહેરાત ના ધંધાનું દબાણ, હરીફાઈનું દબાણ વગેરે દબાણો  સમાચારને શુષ્ક કરવા, કે વધુ રંગીન કરવા જવાબદાર બનતા હોય છે. જમ્મુ કશ્મીરના આતંકવાદના સમાચારો તેમાંથી બાકાત નથી.

આજ રીતે  આતંકવાદી ના સ્લીપર્સ, આતંકવાદી જૂથ , મદદ કરતા પરિબળો, વગેરે  વધુ મજબુત છે તેવું અયોગ્ય ચિત્રણ કે, સરકાર ખુબ નબળી છે, સૈનિક હાની  વધારે થઈ છે, સુરક્ષા વધુ નબળી છે, વગેરે વગેરેનું મીડિયા ચિત્રણ, નિરૂપણ  -આતંકવાદીને મજબુત કરનારું  નીવડે છે.

હાલમાં રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય શરમ, રાષ્ટ્રીય અસ્મિતા વગેરેની ભાવના  જે સ્વાતંત્ર્ય ની લડત સમયે હતી તેમાં ઓટ આવી છે. તેનું એક કારણ તો નવી નસ્લ માં રાષ્ટ્રપ્રેમ ની જ્વલંત ભાવના ઊભી કરવામાં શિક્ષણ નિષ્ફળ ગયું છે તે છે. જેના સ્થાને,  મારો પડોશી “સ્લીપર સેલ હોય ,મારો નાગરિક  આતંકી હોય, તો, “”મારે શું??અને મારા કેટલા ટકા??””ની દેશહિત વગરની ભાવનાએ સ્થાન લીધું  છે .””સામુહિક હિત, સામુહિક સુરક્ષા “”નું ભાવનાનું સ્થાન,  વ્યક્તિગત હિતે લીધું છે.

આથી પણ વરવા સ્વરૂપે, પૈસા લઈ દેશહિત વિરુધ કામ કરી લેવાની લાલચ ક્યાંક   ક્યાંક નજરે ચડે છે. ક્યારેક ધાર્મિક લાગણી,  કે ઉપર કહેલી “ધાર્મિક ફરજ” પણ વ્યક્તિને રાષ્ટ્ર હિત કરતા, વિદેશી હિતને પ્રાધાન્ય આપવા પ્રેરે છે. (કાશ્મીરમાં પૈસાનો ખેલ નથી શું??)

અને છલ્લે,  શું  વિપક્ષો રાષ્ટ્રીય હિતને જ સર્વોચ્ચ  પ્રાથમિકતા આપે છે??  રાજકીય પક્ષો નું વલણ, સત્તાની ભૂખ, વોટ બેંકની ચિંતા ,પક્ષીય ઈર્ષા, વિદેશી ફેવરની ચિંતા (ચીન સાથેનો એમ ઓ યુ??)  વગેરે કેટલાય કારણો થી  , રાજકીય કે ધાર્મિક કોઇપણ પ્રકારના  આતંકવાદ ને અટકાવવા ને બદલે ટકાવવાની જહેમત લેવાતું હોય તેવું  નથી લાગતું??

જરૂર છે રાષ્ટ્રીય હિતને  સર્વોપરી સમજે તેવું શિક્ષણ આપવાની. જેથી હવે પછીની પેઢી ના હાથમાં રાષ્ટ્ર સુરક્ષિત રહે..

આતંકવાદ ફેસ કરવામાં સરકારી સંચાલન, સૈનિક ગતિવિધિ, સાધનો, વ્યક્તિગત કૌશલ્ય  વગેરેમાં, વિદેશી ટેક્નીક, વિદેશી હથીયાર મદદ રૂપ ન થાય તેના કરતા  ,,  ભારતીય- “મેળ ઇન ઇન્ડિયા” ની ટેકનીક, તાલીમ, આપણા માણસો વધુ સફળતા મેળવશે  તેવું અનુભવાય છે.  કેમકે વિદેશો જેવાકે બ્રિટેન, અમેરિકા, ઈઝરાઈલ ખુદ પોતાનો આતંકવાદ ડામવામાં સફળ થયા નથી તો  તેની ટેકનીક, હથીયાર, માણસ, આપણે ત્યાં સફળ થાય ખરા??

સર્વોતમ રસ્તો તો નખ શીખ ભારતીયતા -રાષ્ટ્રીયતા , દરેક નાગરિકમાં હોય,  માત્ર આત્મ નિર્ભરતા જ નહીં  રાષ્ટ્ર નિર્ભરતાવાળી   સર્વ સુરક્ષિતતા ની  સભાનતા જ  સચોટ ઉપાય છે.