July 3, 2024

સ્કૂલોમાં પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશેઃ પ્રફુલ પાનસેરિયા

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની DEO કચેરી હસ્તગત આવતી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દ્વારા ભગવદ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે કે, જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે.

રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કચેરીના આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવ્યું છે. ગીતાના 51 શ્લોકને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની કચેરી હસ્તગત આવતી તમામ શાળાઓને આપવામાં આવશે. શાળામાં દર સપ્તાહે પ્રાર્થનામાં આ શ્લોક અને તેની સમજ અંગે માહિતી આપવામાં આવશે. જેના આધારે સપ્તાહ દરમિયાન અલગ અલગ પ્રકારની એક્ટિવિટીનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વડોદરા એરપોર્ટ હાઇએલર્ટ, બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી

એક્ટિવિટી બાદ વર્ષના અંતે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને 51000 સુધીના ઈનામ આપવામાં આવશે. બાળકો ભણતરની સાથે ઘણતર પણ શીખે તે હેતુથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, કચેરીના તાબા હેઠળ આવતી તમામ શાળાઓમાં આ પ્રોજેક્ટ સ્વેચ્છાએ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ બાબતે કહ્યું કે, હાલના સમયમાં અભ્યાસની સાથે જીવન ઘડતરના મૂલ્યોનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે, જેથી આપણો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.