સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા, ચૂંટણી આયોગે યાદી જાહેર કરી
ગાંધીનગરઃ રાજ્યમાં એક અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીની યાદી જાહેર કરી છે. 19 ડિસેમ્બર 2024ના રોજ સ્થાનિક કક્ષાએ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી, 73 નગરપાલિકાની સામાન્ય-મધ્યસત્ર તથા ખેડા જિલ્લા પંચાયતમાં ચૂંટણીની સંભાવના છે. કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાય તેવી શક્યતા છે.