December 18, 2024

આવતીકાલે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે

Banaskantha News: આવતીકાલે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા માટે બીજેપી પ્રદેશ ઉપ-પ્રમુખ કૌશલ્ય કુંવર બા સેન્સ લેવા પહોંચ્યા છે. પાલનપુરના ચડોતરના કમલમ ખાતે 18 ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા થઈ રહી છે.

આ પણ વાંચો: ખેડૂતોના વિરોધ વચ્ચે કૃષિ મંત્રી શિવરાજ સિંહનું મોટું નિવેદન

વિવાદમાં છે આ બનાસ બેંક
છેલ્લા અઢી વર્ષથી બનાસ બેંક વિવાદમાં છે. અઢી વર્ષ અગાઉ પહેલા બેંકની ચૂંટણી બાદ બીજેપીએ કાંકરેજના અણદા પટેલને મેન્ડેડ આપી પ્રમુખ બનાવ્યા હતા. ચેરમેન પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઇ હતી પરંતુ વિવાદોના કારણે ચૂંટણી થઈ ના હતી. બનાસ બેંકના ચેરમેન પદે શંકર ચૌધરી બાદ બનાસ બેંકના વહીવટના કારણે વિવાદ થઈ રહ્યો છે.