November 21, 2024

એલન મસ્કની ચીન યાત્રા રહી સફળ, Tesla પરના તમામ પ્રતિબંધો હટાવાયા

અમદાવાદ: દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ એવા એલન મસ્કની ચીનની અચાનક મુલાકાત સફળ સાબિત થઈ છે. ચીને ડેટા સુરક્ષાના નિયમોના પાલનના મુખ્ય પરીક્ષણ પાસ કર્યા હોવાના અહેવાલો ટેસ્લાની કારને દેશમાં લાગેલા તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં Chinaએ ડેટા સુરક્ષાના નામે ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા.

ડેટા સુરક્ષા લીકને લઈને પ્રતિબંધ
ચીનના ડેટા સુરક્ષા સહિત અન્ય કારણોથી ટેસ્લા કારને ચીનમાં સેન્ય ઠેકાણાઓ ઉપરાંત સરકારી ઈમારકોમાં એન્ટ્રી પર બેન લગાવવામાં આવ્યું હતું, પરંતુ એલન મસ્કે ટેસ્લાને રિજેક્ટ થયાની જાહેરાત બાદ અચાનક ચીનની યાત્રા કરી હતી. આ સાથે કાર પર લાગેલા પ્રતિબંધને લઈને ચીનના વડાપ્રધાન લી કિયાંગથી આ વિષય પર વાતચીત કરી હતી. હવે તેની અસર જોવા મળી અને ચીને ટેસ્લા કાર પર લાગેલા તમામ પ્રતિબંધોને હટાવી દીધા છે.

આ પણ વાંચો: રાજુલામાં કોપર પ્લાન્ટ કંપની ન સ્થાપવા ખેડૂતો-પર્યાવરણપ્રેમીઓ મેદાને, વન્યજીવને નુકસાન થવાનો દાવો

ટેસ્લા 76 મોડલની યાદીમાં સામેલ
એલન મસ્કની ચીનની મુલાકાત પછી તરત જ ચાઇના એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ અને નેશનલ કોમ્પ્યુટર નેટવર્ક ઇમરજન્સી રિસ્પોન્સ ટેકનિકલ ટીમે સોમવારે ઇન્ટેલિજન્ટ કનેક્ટેડ વાહનોના 76 મોડલની યાદી બહાર પાડી. જેણે દેશના ડેટા સુરક્ષા પરીક્ષણો પાસ કર્યા અને તેમાં ટેસ્લા કારનું નામ સામેલ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે એલન મસ્ક અચાનક ચીનની મુલાકાતે બેઇજિંગ પહોંચી ગયા હતા.

મસ્ક ભારતનો પ્રવાસ ટાળીને ચીન પહોંચી ગયો
ટેસ્લાના વડા એલન મસ્ક આ મહિને 21-22 એપ્રિલના રોજ ભારત આવવાના હતા, પરંતુ અચાનક તેમણે તેમની મુલાકાત રદ કરી દીધી. તેમણે તેના ટ્વિટર હેન્ડલ પર પણ આ માહિતી શેર કરી છે. પરંતુ ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યાના એક સપ્તાહ બાદ જ તેઓ અચાનક ચીન ગયા હતા. તેણે ચીનના વડાપ્રધાન લી કિઆંગ સાથેનો પોતાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

નવેમ્બરમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી
લી ઓટો, લોટસ, હોઝોન ન્યૂ એનર્જી ઓટોમોબાઈલ અને NIO, તેમજ BYD અને ટેસ્લા સહિત સ્થાનિક ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહન મોડલને મંજૂરી આપતી બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આ યાદી તૈયાર કરવામાં આવી હતી.