મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 3 મહિલા નક્સલીઓના મોત

Madhya Pradesh Naxalites: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. આજે થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા નક્સલીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ, આ પોલીસ કાર્યવાહીમાં ઘણા નક્સલીઓ ઘાયલ થયાના અહેવાલ છે. એક અધિકારીએ આ ઘટના વિશે સંપૂર્ણ વિગતો શેર કરી છે.
આ પણ વાંચો: ‘પપ્પુ અને ટપ્પુમાં બહુ ફરક નથી’, CM યોગીએ અખિલેશ યાદવને UPના રાહુલ ગાંધી કહ્યા…
છત્તીસગઢ સરહદ નજીક ઓપરેશન
અધિક પોલીસ અધિક્ષક વિજય ડાબરના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ પોલીસની નક્સલ વિરોધી ‘હોક ફોર્સ’ અને સ્થાનિક પોલીસ ટીમોએ છત્તીસગઢ રાજ્યની સરહદ નજીકના જંગલ વિસ્તારમાં આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. બાલાઘાટ જિલ્લાના મુખ્યાલયથી 90 કિલોમીટર દૂર એક વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા નક્સલીઓ માર્યા ગયા. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: દિલ્હીના નવા મુખ્યમંત્રી બપોરે 12:35 વાગ્યે લેશે શપથ, મહેમાનોની યાદી જાહેર
પોલીસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- “હોક ફોર્સ અને પોલીસે ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપખર ફોરેસ્ટ રેન્જમાં રોંડા ફોરેસ્ટ કેમ્પ નજીક થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ ખતરનાક મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. નિવેદન અનુસાર, પોલીસે સ્થળ પરથી એક INSAS રાઇફલ, એક સેલ્ફ-લોડિંગ રાઇફલ (SLR) અને એક 303 રાઇફલ અને રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરી છે.