July 27, 2024

કોચી જઈ રહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનમાં આગ લાગી, બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

બેંગલુરુ: બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે રવિવારે આ જાણકારી આપી. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી, ક્રૂ મેમ્બરોએ એર ટ્રાફિક કંટ્રોલરને સંદેશો આપ્યો અને તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી. આ પછી બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: કોવેક્સિન મામલે મોટો ખુલાસો, રિસર્ચ અધૂરું હોવાનો ચોંકાવનારો દાવો

ફ્લાઈટ કોચી જઈ રહી હતી
KIA નું સંચાલન કરતા BIAL ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 18 મે, 2024 ના રોજ, IX1132 માં બેંગલુરુથી કોચી સુધીના એન્જિનમાં આગ લાગવાની માહિતી મળ્યા બાદ લગભગ 11.30 વાગ્યે BLR એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું લેન્ડિંગ બાદ તરત જ વિમાનને નિયંત્રણમાં લાવવામાં આવ્યું હતું.

તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા
BIALના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનમાંથી તમામ 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે ટેકઓફ કર્યા બાદ જમણા એન્જિનમાં આગ લાગી હતી. ક્રૂએ કોઈપણ મહેમાનોને ઈજા પહોંચાડ્યા વિના સ્થળાંતર પૂર્ણ કર્યું. અમને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને અમારા મહેમાનોને શક્ય તેટલી ઝડપથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ. તે જ સમયે, પ્લેનના એન્જિનમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.