September 20, 2024

ટેસ્ટ સિરીઝ પહેલા આ ટીમને મોટો ફટકો, કેપ્ટન થયો ઈજાગ્રસ્ત

Ben Stokes: ઈંગ્લેન્ડને શ્રીલંકા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ દરમિયાન બેન સ્ટોક્સની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેને ખભાનો ટેકો લઈને મેદાનની બહાર આવવું પડ્યું અને તે ક્રેચ પર ચાલતો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો ચોક્કસ લાગ્યો છે.

બેન સ્ટોક્સ મેદાન પર સૂઈ ગયો.
બેન સ્ટોક્સ મેદાન પર સૂઈ ગયો હતો. મેચ બાદ પણ તે ક્રેચના સહારે ચાલતો હતો અને તે જ હાલતમાં ચાહકોને ઓટોગ્રાફ પણ આપતો હતો. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજૂ જાણવા મળ્યું નથી. પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ આ સમયે ચોક્કસપણે ચિંતિત હશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025ના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને જો તેણે ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે આ હોમ સિરીઝ એકતરફી જીતવી પડશે. આવી સ્થિતિમાં તેના કેપ્ટન આ રીતે ઈજાગ્રસ્ત થાય છે તે મોટો ઝટકો હોય શકે છે. ઈંગ્લેન્ડ 21 ઓગસ્ટથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શ્રીલંકા સામે તેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. બીજી મેચ 29 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ 6 સપ્ટેમ્બરથી ઓવલમાં રમાશે.

આ પણ વાંચો: રંગારંગ કાર્યક્રમ સાથે પેરિસ ઓલિમ્પિકની પૂર્ણાહુતિ, 40 ગોલ્ડ સાથે US ફર્સ્ટ

મેચ કેવી રહી
પ્રથમ બેટિંગ કરતા 100 બોલમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં સ્ટોક્સ ઓપનિંગ કરવા આવ્યો અને ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, તેની ટીમે સાત વિકેટે વિજય પ્રાપ્ત કર્યો છે. નિકોલસ પૂરને 33 બોલમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. કેપ્ટન હેરી બ્રુકે 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી.