IND vs ENG 3rd T20: રાજકોટમાં ઇંગ્લેન્ડે 26 રનથી જીત મેળવી
India vs England, 3rd T20I Rajkot: મંગળવારે ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને 26 રનથી હરાવ્યું. ઇંગ્લેન્ડે ભારતને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા ફક્ત 145 રન જ બનાવી શકી. આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં વાપસી કરી છે. જોકે, ભારત હજુ પણ 2-1થી આગળ છે. રાજકોટમાં ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા. જ્યારે વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે અડધી સદી ફટકારી.
England bounce back with a clinical win in Rajkot to make it 2-1 in the five T20I series👊#INDvENG 📝: https://t.co/rLa32JzewH pic.twitter.com/VeRG5hqNY4
— ICC (@ICC) January 28, 2025
ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 145 રન જ બનાવી શકી. તેના માટે હાર્દિક પંડ્યાએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. અક્ષર પટેલે 15 રન કર્યા. જેમાં 2 ચોગ્ગા ફટકાર્યા. મોહમ્મદ શાનીએ 1 છગ્ગાની મદદથી 7 રન બનાવ્યા. આ રીતે ભારતને 26 રનથી હારનો સામનો કરવો પડ્યો.
ટીમ ઈન્ડિયા માટે વરુણનો પંજો
ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી. મોહમ્મદ શમી લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે, પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. શમીએ 3 ઓવરમાં 25 રન આપ્યા. જોકે, એક પણ વિકેટ મળી ન હતી.