November 22, 2024

પાટણમાં મતદાન કરવા મતદારોમાં અનેરો ઉત્સાહ

પાટણ લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકો ઉપર આજે 20 19,916 મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા 2073 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સવારે સાત વાગ્યાથી તમામ મતદાન મથકો ઉપર મતદાનની કામગીરીનો પ્રારંભ થયો છે.

મતદારોએ સરાહના કરી
પાટણ શહેરની બીએમ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મતદારોએ ઉત્સાહપૂર્વક આ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોએ ઉત્સાહપૂર્વક આ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર કરવામાં આવેલી વ્યવસ્થાની પણ મતદારોએ સરાહના કરી હતી.

આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.

9 વાગ્યા સુધીમાં આટલું થયું હતું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.