November 23, 2024

હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

Indian Captain Rohit Sharma: ભારતીય ટીમનું ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમ ઈન્ડિયા પહેલા દાવમાં જ 46 રન પર જ સમેટાઈ ગઈ હતી. આ ફટકો એટલો મોટો હતો કે આ પછી તમામ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાનું સારું પ્રદર્શન કરવા માટે અસફળ રહી હતી. પ્રથમ મેચ હાર્યા બાદ પણ ભારતીય કેપ્ટન રોહિત 2 ખેલાડીઓના વખાણ કર્યા હતા.

રોહિતે આ ખેલાડીઓના કર્યા વખાણ
રોહિત શર્માએ કહ્યું કે અમે બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી. રોહિતે સરફરાઝ અને પંતના વખાણ કર્યા હતા. રોહિતે કહ્યું કે સરફરાઝ અને પંતે શાનદાર બેટિંગ કરી હતી. પંત જે રીતે બેટિંગ કરે છે તે ઘણું જોખમ લે છે. સરફરાઝે પણ ઘણી પરિપક્વતા દેખાડી હતી. પંત અને સરફરાઝનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મારી જાતને પણ થોડો ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ લેતાની સાથે જ ટીમે રિદ્ધિમાન સાહાનો વિકેટકીપર તરીકે લીધા હતા. જોકે તે સારું પ્રદર્શન કરવામાં અસફળ રહ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર પંત બન્યો હતો. પંતે વર્ષ 2018માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટીમ ભારત માટે પંતે 36 ટેસ્ટ મેચમાં 2542 રન બનાવામાં સફળ રહ્યો હતો. જેમાં 6 સદી સામેલ છે. આ સિવાય તેણે ODI ક્રિકેટમાં 871 રન અને T20 ઈન્ટરનેશનલમાં 1209 રન બનાવ્યા છે.