October 8, 2024

સતત બીજા દિવસે સોનું 71 હજારને પાર, ચાંદીમાં સામાન્ય ઘટાડો

Gold At Record High: ભારતમાં સોનાની કિંમતમાં જોરદાર વધારાનો સિલસિલો આજે પણ ચાલુ છે. મંગળવારે ગોલ્ડ એક્સચેન્જ 71000 રુપિયાની ઉપર રહ્યું છે. તો ચાંદીમાં આજે કેટલીક નરમાઈ જોવા મળી છે, પરંતુ તેની કિંમત પણ 81000 રુપિયાના લેવલની ઉપર બની રહી છે. સોમવારની જેમ આજે પણ વાયદા બજારમાં સોનું 227 રુપિયા મોંઘુ થયું છે. આ સાથે તેની કિંમત 71,139 રુપિયા બન્યા છે. ગત રોજ 70,912 રૂપિયા પર બંધ થયું છે. આ પહેલા સોનું પહેલી વખત MCX પર 71000ને પાર પહોંચ્યું હતું.

ચાંદીના ભાવમાં ઘટાડો
મંગળવારે ચાંદીની કિંમતમાં નરમાઈ આવી છે, પરંતુ આજે પણ તેની કિંમત 81000 રુપિયા પ્રતિ કિલોગ્રાના ભાવની ઉપર જ રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીમાં ગત રોજના મુકાબલે 54 રુપિયા સસ્તુ થયું છે. આ સાથે આજે ચાંદીના ભાવ 81,821 પર રહ્યા છે. ગઈ કાલે તે 81,875 પર ચાંદી બંધ થયું હતું.

આ પણ વાંચો: ગુજરાતની આ 10 લોકસભા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ વોટ મળ્યાં

પ્રમુખ શહેરમાં સોના ચાંદીના ભાવ
દિલ્હી- 24 કેરેટ સોનું 71,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 84,5000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
ચેન્નાઈ- 24 કેરેટ સોનું 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 88,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
મુંબઈ- 24 કેરેટ સોનું 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 84,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
અમદાવાદ- 24 કેરેટ સોનું 71,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 84,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

વિદેશી માર્કેટમાં વધી રહ્યા છે ભાવ
ભારતની જેમ વિદેશી બજારમાં પણ સોનાએ પોતાની ચમક દેખાડી છે. કોમેક્સ પર ગોલ્ડ જુન ફ્યૂચર્સ 6.10 ડોલર પ્રતિ ઓસના વધારા સાથે 2,345.99 ડોલર પ્રતિ ઓસ પર બન્યું છે. ચાંદી કોમેક્સ પર મે ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ 0.161 ડોલરની તેજી સાથે 27.968 ડોલર પ્રતિ ઓસ પર બની છે.

અક્ષય તૃતિયા પર સોનાની ખરીદી
ભારતમાં 10 મેના અક્ષય તૃતિયાના તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે, પરંતુ જે રીતે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમાં સોનાની ખરીદી કરવા વાળા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.