September 17, 2024

બાંગ્લાદેશમાં મંદિરો પર કટ્ટરપંથીઓનો હુમલો, હિંસામાં 2 હિન્દુ કાઉન્સિલર્સની હત્યા

બાંગ્લાદેશ હિંસા: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં રવિવારે 100થી વધુ લોકોના મોત થયા. તો, હિંસામાં એક હિન્દુ કાઉન્સિલરની હત્યા કરી દેવામાં આવી. રંગપુર સિટીના કાઉન્સિલર હરાધન રૉય હારાના ઘરે પ્રદર્શનકર્તાઓએ હુમલો કર્યો અને તેમની હત્યા કરી કાઢી. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુઓના મંદિરો અને તેમના ઘરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ISKON અને કાલી મંદિરમાં પણ પ્રદર્શનકર્તાઓએ તોડફોડ કરી અને શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કર્યો. બાદમાં હિન્દુ શ્રદ્ધાળુઓએ જીવ બચાવવા માટે ભગવું પડ્યું હતું.

હરાધન રોય રંગપુર શહેરના વોર્ડ નંબર 4માંથી પરશુરામ થાના આવામી લીગ પાર્ટીના કાઉન્સિલર હતા. મીડિયા અહેવાલ મુજબ કાજલ રોય નામની કાઉન્સિલરની પણ રવિવારે હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાને લઈને અડગ હતા. અનામત વિરુદ્ધ શરૂ થયેલી હિંસાનો રાજકીય અને સાંપ્રદાયિક રંગ પણ સામે આવી રહ્યો છે. સરકાર સમર્થકો અને વિપક્ષ વચ્ચે વિવિધ સ્થળોએ હિંસક અથડામણ થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતમાં પણ જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ
ભારતે રવિવારે રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને પાડોશી દેશમાં હિંસાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ‘અત્યંત સાવધાની’ રાખવા અને અવરજવર મર્યાદિત કરવાની સલાહ આપી છે. ભારતે એક નવી એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને આગામી આદેશો સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવા જણાવ્યું છે. ઢાકાના અહેવાલો અનુસાર, રવિવારે બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચેની ઘાતક અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 97 લોકો માર્યા ગયા હતા.