કાપોદ્રામાં હાર્ટએટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી 5 કરોડનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું

સુરત: કાપોદ્રાની પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે કાપોદ્રા પોલીસ મથકમાં 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ નોંધાવી હતી.
તબીબે સોનોગ્રાફી-બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઇ જતા દર્દીઓ રહ્યા હતા. બાદમાં વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતાં ભાંડો ફૂટ્યો હતો. 10 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં ઈમરજન્સીમાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લીધા વિના વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો. હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી કૌભાંડ આચર્યું હતું. 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો કલેઇમ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.