December 18, 2024

ગુપ્ત ધન કાઢવાના નામે તાંત્રિક ટોળકીએ પડાવ્યા લાખો રૂપિયા, અમદાવાદના તાંત્રિકની ધકપરડ

Ahmedabad: રાજ્યમાં અવારનવાર લોકો અંધશ્રદ્ધાના ભોગ બનતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે વડોદરામાં આર્થિક સંકડામણ અને ઘર કંકાસ દૂર કરવાને લઈને અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણ અને ઘર કંકાસ દૂર કરવાને લઈ વાસણા ભાયલી રોડ પરના પરિવારે તાંત્રિકની મદદ લીધી હતી પરંતુ બાદમાં રોવાનો વારો આવ્યો છે. વડોદરામાં ગુપ્ત ધન કાઢવાના નામે લેભાગુ તાંત્રિક ટોળકીએ લાખો રૂપિયા પડાવી લીધા છે.

મળતી માહિતી અનુસાર વડોદરામાં એક પરિવારને તાંત્રિકની ટોળકીએ લૂંટી લીધો છે. ગુપ્ત ધન કાઢવાને લઈને તાંત્રિકોએ લાખો રૂપિયા પડાવ્યા છે. જેમા રૂ 1100 માં પહેલી વિધિ કરાવી પરિવારને ભીંસમાં લીધો હતો. ત્યારબાદ તાંત્રિક પર વિશ્વાસ બેસતા વિધિ કરવા પરિવારે લાખો રૂપિયાની લોન લીધી હતી. જે બાદ જુદીજુદી વિધિના નામે સતત રૂપિયા લુંટી પરિવારને નીચોવી નાખ્યો. તાંત્રિકે ઘરમાંથી ચરુ નહીં નીકળે તો ઘરમાંથી કોઈનો પણ ભોગ લેવાઈ શકે કહીને પરિવારના સભ્યોને ડરાવ્યા.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભીષણ આગ, ગૂંગળામણને કારણે 6ના મોત; 4 ઘાયલ

આ સિવાય તાંત્રિક ટોળકીએ દરેક વિધિ બાદ ચરું કાઢ્યો, જેમાથી સોનાના મણકા ભરેલા ચરુમાં ભડકો થયો. મહિના પછી ચરુ ખોલ્યો તો કોલસા નીકળ્યા અને બીજીવાર ચરુમાંથી હીરા નીકળ્યા ખોલ્યો તો રેતી હતી. ત્રીજી વાર હાડકું નીકળ્યું. આમ ભોગ બનનાર પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જે બાદ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી છે. જોકે, વિધિ માટે ખાડો ખોદી આપનાર અમદાવાદનો ઠગ તાંત્રિક વિનોદ જોશી ઝડપાયો છે. ત્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર છે.