November 10, 2024

દ્વારકાના ગામોમાં ખેતરોમાં ફરી વળ્યા વર્તું 2 ડેમના પાણી, ખેડૂતોમાં ફેલાયો રોષ

દ્વારકા: ચાલુ વર્ષે દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. તો, દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદે ખેડૂતોને ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન પણ ખૂબ મોટું કરાવ્યું છે. વાત છે, કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારના ગામડાની જ્યાં ભાણવડથી વર્તું 2 ડેમના પાણી નદીઓ મારફતે ખેતરોમાં ફરી વળ્યા. જેને કારણે ખેતરો ધોવાઈ ગયા પાક નિષ્ફળ ગયો.

આ વર્ષે ત્રણ વખત પાણી છોડવામાં આવ્યું જેના કારણે ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા. વર્તું 2 ડેમના દરવાજા ખોલવામાં તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાન જતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે, વર્તું 2 ડેમના પાણી વર્તું નદીમાં આવે છે. નદીઓના પૂર ખેતરોમાં ફરી વળ્યા નદીઓ ઊંડી કરવાની જરૂર હતી પ્રોટેક્શન વોલ નથી. જેને કારણે પૂરના પાણી નદીઓના કાઠા તોડી ખેતરોમાં આવે છે જેને લઇ ખેતરોમાં ધોવાણ થાય છે. પાક નિષ્ફળ જાય છે. વર્તું 2 ડેમના પાટિયા યોગ્ય સમયે મર્યાદામાં ખોલવામાં આવે તો નુકસાન ઓછું થાય. પરંતુ, જ્યારે ડેમ ઓવર ફલો થાય ત્યારે ભેગા પાટિયા ખોલવામાં આવે જેથી પૂર નદીઓમાં આવે અને આ પાણી ચારે તરફ તબાહી સર્જે છે. રાવલ પણ ચારે તરફ પાણીમાં ડૂબી જાય છે જાનમાલની નુકસાનીની સાથે જમીન ધોવાણ પણ થાય છે જેંથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડે છે.

વર્તું 2ના ડેમના પ્રશ્નોને લઇને રાવલ, ગોરાણા તેમજ આસપાસ ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વર્તું 2 ડેમના છોડવામાં આવતા પાણીના કારણે માનવ સર્જિત હોનારત સર્જાતી હોઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વર્તું 2 ડેમના મેનેજમેન્ટ ની બેદરકારી ના કારણે હજારો ખેડૂતોની 15 હજાર હેકટર જમીનની દશા બગાડી ગઈ છે. ડેમના પાણી છોડવામાં આવતા હોય નદીઓ તૂટેલી હોઈ ખેતરોમાં વ્યાપક તબાહી સર્જાય છે ખેડૂતોની હાલત દયનીય બની છે વર્તું નદી ઊંડી કરવી તેમજ વર્તું 2 ડેમ માટે સ્પેશિયલ પેકેજ આપી નદીમાં પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની ખેડૂતોની માંગ કરી છે. ખેડૂતોને શિયાળામાં પાણી મળતું નથી અને ડેમના પાણીથી નદીઓમાં પૂર આવતા ખેતરો ધોવાઈ જતા હોય વ્યાપક નુકસાનીની ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે રાવલ સહિત વર્તું 2 ડેમના કારણે થતા નુકસાન કારણે આસપાસના ગામો ખંભાળિયા કલેકટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા કિસાન કોંગ્રેસના આગેવાનીમાં ખેડૂતો આવેદન આપવા પહોંચ્યા હતા.