December 12, 2024

ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, શંભુ બોર્ડર પર સુરક્ષા કડક; રસ્તા પર લગાવી લોખંડની ખીલીઓ

Farmer Delhi March: પંજાબના 101 ખેડૂતોનું એક જૂથ શંભુ બોર્ડર પર કડક સુરક્ષા વચ્ચે આજેબપોરે દિલ્હી જવા રવાના થશે. શુક્રવારે પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાની તરફની તેમની કૂચ મોકૂફ રાખી હતી. શનિવારે પણ ખેડૂતો તેમની માંગણીઓના સમર્થનમાં શંભુ બોર્ડર પર ઉભા રહ્યા અને તેમનું આંદોલન ચાલુ રાખ્યું. બીજી તરફ ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી-હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હી તરફ કૂચ ન કરી શકે તે માટે બોર્ડર પર મજબૂત રીતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. આ સાથે રસ્તાઓ પર લોખંડની ખીલીઓ પણ લગાવવામાં આવી છે.

હરિયાણા સરકારે અંબાલા જિલ્લાના 11 ગામોમાં બલ્ક એસએમએસ સેવા સાથે મોબાઈલ ઈન્ટરનેટ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ સસ્પેન્શન 9 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ મંત્રણાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી વાતચીત માટે કોઈ સંદેશ કે કોઈ આમંત્રણ મળ્યું નથી.

રવિવારે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે
તેમણે પુષ્ટિ કરી કે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ 8 ડિસેમ્બરે શાંતિપૂર્ણ રીતે 101 ખેડૂતો સાથે કૂચ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે..

આ પણ વાંચો: સુધારા બાદ ફરી દિલ્હીની હાલત ખરાબ, પ્રદુષણથી શ્વાસ લેવો થયો મુશ્કેલ